Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

સોમનાથમાં બધું ખાલીખમ : પ્રવાસીઓ ઘટયા તમામ લોકોના ધંધા પડી ભાંગ્યા : ફેરીયા નવરાધૂપ

પ્રભાસપાટણ : સોમનાથ મંદિર સતત પ્રવાસીઓથી ઉભરાતું હતું, પરંતુ કોરાના વાયરસને કારણે સોમનાથમાં બહારના પ્રવાસીઓની સંખ્યામાં મોટા પાયે ઘટાડો જોવા મળે છે. અત્યારે આખું મંદિર પરિસર ખાલીખમ જોવા મળે છે. યાત્રિકોનું ચેકીંગ કરતા સેકયુરીટી સ્ટાફ પણ નવરો જોવા મળે છે.  સોમનાથ ટ્રસ્ટ સંચાલીત ગેસ્ટ હાઉસો સહિત મોટા ભાગના ગેસ્ટ હાઉસો ખાલી જોવા મળે છે. ભોજનાલયો અને ખાણી-પીણીના સ્ટોલ પણ ખાલી જોવા મળે છે. અત્યારે તમામ લોકોના ધંધાઓ પણ પડી ભાંગેલ છે. રોજેરોજનું કમાતા ફોટો અને સોમનાથ મહાદેવી તસ્વીરો, કથાઓ પ્રસાદી, ફુલ માળાઓ વેચતા ફેરીયા પણ ધંધા વિના નવરા બેઠેલા જોવા મળે છે. તસ્વીરમાં સોમનાથ મંદિર પરિસર ખાલીખમ જોવા મળે છે. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)

(12:02 pm IST)