Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

જુનાગઢ વોર્ડ નં.૧૦-૧૧માં સામુહિક સફાઇ અભિયાન

જુનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ તા.૨૮ ફેબ્રુઆરી વોર્ડ વાઇઝ સફાઇ અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવે છે તાજેતરમાં વોર્ડ નં.૧૦-૧૧માં ટ્રેકટર-જેસીબી મશીન સાથે મહાનગરપાલિકાના આરોગ્ય શાળાના કર્મચારીઓ દ્વારા વોર્ડ નં.૧૦માં કોર્પોરેટર હિતેષભાઇ ગાંધી, આરતીબેન જોષી, પર્યાવરણ ઇજનેર રાજેશ ત્રિવેદી તથા વોર્ડ પ્રભારી અતુલભાઇ મકવાણા, મનુભાઇ સુત્રેજા , રાજુભાઇ ઠાકર, સુપરવાઇઝર વિનાયક ગોસ્વામીની હાજરીમાં કુલ ૬ ટ્રેકટરો ભરાય તેટલો કચરો સાફ કર્યો જયારે વોર્ડ નં.૧૧માં સામુહિક સ્વર ૬ના અભિયાન કોર્પોરેટર પલ્લવીબેન હીરપરા, મહેન્દ્રભાઇ મશરૂ, પર્યાવરણ ઇજનેર રાજેશ ત્રિવેદી વોર્ડ પ્રભારી મનોજભાઇ પંડયા મેહુલભાઇ કાથક, સ્ટેબલ સુપરવાઇઝર વિનાયક ગૌસ્વામીની હાજરીમાં કુલ ૩૪ ટ્રક-ટ્રેકટર ભરાય તેટલો કચરો ઉપાડીને સફાઇ અભિયાનને સફળ બનાવેલ. તે પ્રસંગની તસ્વીરો.(અહેવાલ. વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(12:01 pm IST)