Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

જસદણના કમળાપુર ગામે રાજુભાઇ દેવીપુજક ઉપર ત્રણ શખ્સોનો ખુની હુમલો

જુના મનદુઃખમાં વલ્લભ, સુરેશ તથા રાયધનભાઇ લાકડી અને ધારીયા સાથે તૂટી પડયા

રાજકોટ, તા., ૧૮: જસદણના કમળાપુર ગામે દેવીપુજક યુવાન પર જુની અદાવતમાં ૩ શખ્સોએ ખુની હુમલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જસદણના કમળાપુર ગામે રહેતા રાજુભાઇ ધીરૂભાઇ દેવીપુજક પર તે જ ગામના વલ્લભ મોહનભાઇ, સુરેશ વલ્લભભાઇ તથા રાયધનભાઇ વલ્લભભાઇએ લાકડી તથા ધારીયા વડે હુમલો કરતા રાજુભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર અર્થે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

દેવીપુજક યુવાન પર ઉકત ત્રણેય શખ્સોએ અગાઉથી મારામારીનો ખાર રાખી ખુની હુમલો કર્યો હતો. આ બઘડાટીમાં વચ્ચે પડેલ રાજુના માતા કાબુબેનને પણ ઇજા થઇ હતી. બનાવ અંગે કાબુબેન દેવીપુજકે ઉકત ત્રણેય શખસો સામે ફરીયાદ નોંધાવતા ભાડલાના પીએસઆઇ એન.એસ.જોષીએ તપાસ હાથ ધરી છે.

(3:51 pm IST)