Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

બોટાદ-ગઢડા પંથકમાં ચુંટણી અંતર્ગત પોલીસ દ્વારા કોમ્બીંગ

ભાવનગર, તા.૧૮: આગામી સમયમાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ યોજાનાર હોય જે ચુંટણી અંતર્ગત ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમારની સુચના મુજબ બોટાદ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતાની આગેવાની હેઠળ વિભાગીય પોલીસ અધિકારી  રાજદિપસિંહ એન. નકુમ , ના.પો.અધિ.  જી.પી.ચૌહાણ તથા પ્રો. ડી.વાય.એસ.પી.  ચેતન પી. મુંધવા તથા એલ.સી.બી. પો.ઇન્સ.  એચ.આર.ગૌસ્વામી તથા બોટાદ પો.સ્ટે. I/C પો.ઇન્સ. એસ.વાય.ઝાલા તથા બોટાદ પોલીસ સ્ટાફ સાથે  કોમ્બીંગ નાઇટ દરમ્યાન બોટાદ ટાઉનમાં વાહન ચેકીંગ કરતા એક સ્કોડા રેપીડ ફોરવ્હીલ ગાડીમાંથી  વિદેશી દારૂની બોટલ નંગ-૧૫ કિં.રૂ.૧૧,૧૫૦/- તથા ફોરવ્હીલ ગાડી કિં.રૂ.૮,૦૦,૦૦૦/- ની કબ્જે કરી આરોપી કિરણસિંહ તખતસિંહ પઢીયાર રહે.બોટાદ વાળા વિરૂધ્ધ  ગુન્હો રજી. કરાવેલ. ત્યારબાદ ગઢડા પો.સ્ટે. પો. સબ ઇન્સ. શ્રી ટી.એસ.રીઝવી તથા ગઢડા પોલીસ સ્ટાફ સાથે ગઢડા ટાઉન તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી-જુગાર અંગે બુટલેગરો તથા શરીર સબંધી ગુન્હામાં પકડાયેલ ઇસમોને ત્યાં સર્ચ કરવામા આવેલ તેમજ સઘન વાહન ચેકીંગ કરવામાં આવેલ અને ગઢડા તાલુકાના રાયપર ગામે કોમ્બીંગ કરી પાંચ જેટલા ઇસમોની ચુંટણી સબંધે અટકાયત કરવામાં આવેલ તેમજ એમ.વી. એકટ કલમ ૨૦૭ મુજબ – ૪ વાહનો ડીટેઇન કરવામા આવેલ તથા હથિયારબંધી જાહેરનામાંનો ભંગ કરનાર એક ઇસમ વિરૂધ્ધ જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો કેસ કરવામાં આવેલ.

(2:45 pm IST)