Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

નર્મદાની પાઇપલાઇનનું કામ ઠપ્પ, આલણસાગર તળાવ કયારે ભરાશે?: ગોંસાઇ

જસદણ તા.૧૮: જસદણને પીવા અને તાલુકાના કેટલાંક ગામોની ખેતી માટે આશિર્વાદરૂપ આલણસાગર તળાવ હવે ડેડવોટર થઇ જતાં ઉનાળામાં પાણીની કારમી તંગી ન પડે તે માટે તાકિદે સૌની યોજનાનું પાઇપલાઇનનુ કામ પૂર્ણ કરવા સામાજિક કાર્યકર હીતેશ ગોંસાઇએ માંગ કરી છે.

તેમણે જણાવ્યું હતું કે શહેરમાં હાલ સાત દિવસે ડહોળું પાણી આવી રહયું છે.

પાઇપલાઇન પાથરવાનું કામ ઘણાં સમયથી બંધ છે તે તાકીદે શરૂ કરવામાં આવે તો ટુંકાગાળામાં આલણસાગર તળાવ નર્મદાના નીરથી ભરી શકાય. ગુંદાળા અને બાખલવડની વચ્ચે પાઇપલાઇન પાથરવામાં આવી છે પણ આ કામ છેલ્લા ઘણા દિવસોથી બંધ છે. ત્યારે જસદણના એકમાત્ર આધારસ્તંભ બંને નેતાઓ તાકિદે આ કામ પૂર્ણ કરાવી તળાવને નર્મદાના નીરથી ભરે નહીંતર શહેરીજનો માટે આગામી ઉનાળો આકરો બનશે.

(11:44 am IST)