Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ભુજમાં કરાટે કોચે સગીર શિષ્યા સાથે અડપલા કરતા ચકચાર

મદદનીશ સામે પણ ફરિયાદ, બોયફ્રેન્ડ સાથેના ઇન્સ્ટાગ્રામના ચેટિંગ વાયરલ કરવાની ધમકી આપી

ભુજ, તા.૧૮:  ગુરુજનો દ્વારા તેમની સગીર વયની શિષ્યાઓની સાથે જાતીય સતામણી કરવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ભુજમાં ખાનગી કરાટે કોચિંગ આપતા વિનોદ પટેલ અને તેમના મદદનીશ પવન સરગરે (બન્ને, રહેવાસી પ્રમુખસ્વામીનગર, ભુજ) ની વિરુદ્ઘ સગીરા એ પોલીસ ફરિયાદ કરી છે. કોચ વિનોદ પટેલ છેલ્લા બે વર્ષ થી તેની દીકરીની ઉંમર ધરાવતી સગીરા સાથે જાતીય અડપલાં કરતો હતો. કરાટે કોમ્પિટિશન માં જાપાન, અમદાવાદ સહિત અન્ય સ્થળોએ કોચ વિનોદ પટેલે સગીરા સાથે અડપલાં કર્યા હતા. કોચના ત્રાસથી કંટાળેલી સગીરાએ લખેલી ચિઠ્ઠી તેની માતા ના હાથ માં આવી જતાં આ વાત બહાર આવી હતી. માતાએ એનજીઓ ની મદદ લઈને આ બાબતે પોલીસનો સંપર્ક કરી ભુજ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મદદનીશ પવન સરગરે એ સગીરાના બોયફ્રેન્ડ સાથેના ઇન્સ્ટાગ્રામના ચેટિંગના સ્ક્રીનશોટ પાડીને તેને વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. પોલીસે પોકસો અને છેડતી અંતર્ગત બન્ને વિરુદ્ઘ પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)