Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

લેઉવા પાટીદાર સમાજને રાજકીય ક્ષેત્રે વધુ મજબૂત કરવા ખોડલધામના પ્રણેતા નરેશ પટેલની હાકલ

ધોરાજીમાં ખોડલધામ સમિતિ દ્વારા મહારકતદાન કેમ્પને અભૂતપૂર્વ સફળતાઃ નરેશભાઇની ૧૭૭મી રકતતુલાઃ શહિદોને શ્રદ્ધાંજલીઃ સ્ટેજ ઉપર પ્રથમ વખત ભાજપ-કોંગ્રેસના આગેવાનો સાથે જોવા મળ્યા

ધોરાજી તા. ૧૮: લેઉવા પટેલ સમાજને રાજકીયક્ષેત્રે વધુ મજબૂત બનવાની નરેશભાઇ પટેલે હાકલ કરતા કંઇક નવું જોવા મળવાની સાથે આગામી ચૂંટણીમાં રાજકીય ક્ષેત્રે શું નવાજૂની સર્જાય છે તે તરફ સૌની મીટ મંડાઇ છે.

ધોરાજી ખોડલધામ યુવા સમિતિ દ્વારા લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે શહીદોને શ્રદ્ઘાંજલિ આપવાના કાર્યક્રમની સાથે સાથે મહારકતદાન કેમ્પ અને ખોડલધામ સમિતિના પ્રણેતા નરેશ પટેલની રકતતુલાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ સમારોહમાં રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય લલીતભાઈ વસોયા, યાર્ડના ચેરમેન રણછોડભાઈ કોરિયાની વી. ડી. પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ધોરાજી ખોડલધામ સમિતિ દ્વારા શહીદોને શ્રદ્ઘાંજલિ કાર્યક્રમ તેમજ મહારકતદાન કેમ્પ અને ખોડલધામ ના પ્રણેતા નરેશ પટેલની રકતતુલા ના સમારંભ રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહના અધ્યક્ષ સ્થાને થી ખોડલધામ ના પ્રણેતા નરેશભાઇ પટેલે જણાવેલ કે જયારે ખોડલધામ શરૂઆત થઈ ત્યારથી ધોરાજી જેતપુર અને ઉપલેટા ખોડલધામ સમિતિ અમારી સાથે રહી છે અને આજે પણ સાથે રહી છે ત્યારે આઇવા સમિતિને મારા અભિનંદન છે શહીદોને શ્રદ્ઘાંજલિ અર્પન ના કાર્યક્રમમાં ઘણા લોકોએ મહારકતદાન કરી જીવન મરણ ના જોલા ખાતા લોકો માટે પ્રેરણારૂપ બને છે તેવા તમામ રકતદાતાઓ નું હું

સ્વાગત સાથે અભિનંદન આપું છું.

હાલમાં રાજકીય માહોલ છે ત્યારે હું આપ સૌને વિનંતી કરીશ કે યુવા સમિતિના આગેવાનો રાજકીય ક્ષેત્રે પણ આગળ વધે

રાજકારણ વગર આપણી પ્રગતિ પણ નથી સમાજને જો આગળ વધારવા ઇચ્છતા હોય કોઈપણ ક્ષેત્રમાં માંઙ્ગ રાજ કારણ જરૂરી છે એટલે હું યુવા સમિતિ ને વિનંતી કરું છું કે જે સક્ષમ હોય એ રાજકારણમાં આગળ વધે જો સમાજ રાજકીય રીતે સંગઠિત થશે તો જ આપને કોઈ પૂછવા આવશે.

નરેશ પટેલે શ્રધ્ધાંજલી ના કાર્યક્રમમાં આ લેઉવા પટેલ સમાજ ને રાજકીય ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે હાકલ કરી હતી અને તો જ સમાજની આવનારી ચૂંટણીમાં નોંધ લેવાશે તેમ જણાવી લોકોને જાગૃત કર્યા હતા.

રાજકીય વાતોથી દૂર ભાગતા નરેશ પટેલ ધોરાજીમાં રાજકીય ક્ષેત્રે નજીક આવવા માટે લેઉવા પટેલ સમાજનેઙ્ગ હાકલ કરતા કંઈક નવું જોવા મળ્યું હતું

આવનારી 2019 ની ચૂંટણીમાં શું ખોડલધામ સમિતિ રાજકીય ક્ષેત્રે આગળ વધવા માટે સમાજને કઈ તરફ લઈ જાય તે પણ જોવાનું રહ્યું.

ધોરાજીમાં યોજાયેલ મહારકતદાન કેમ્પ માં ખોડલધામ યુવા સમિતિ દ્વારા ખોડલધામ ના પ્રણેતા નરેશ પટેલની 177 મિ રકતતુલા કરવામાં આવેલી હતી

ખોડલધામ યુવા સમિતિ ધોરાજી દ્વારા આયોજિત સમારોહમાં રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય લલીતભાઈ વસોયા ધોરાજી માર્કેટીંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ કોયાણી ખોડલધામ યુવા સમિતિના પ્રમુખ વિમલભાઈ કોયાણી યાર્ડના સેક્રેટરી ભુપતભાઈ કોયાણી રોયલ સ્કૂલ ના રાજેશભાઈ પેથાણી ભાજપના વરિષ્ઠ અગ્રણી વિ.ડી.પટેલ શહેર ભાજપના પ્રમુખ હરસુખ ભાઇ ટોપીયા અરવિંદભાઈ વોરા ધોરાજી લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ના ટ્રસ્ટી ધર્મેશભાઈ પટેલ ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ રાખોલીયા ભાજપના મહામંત્રી ડી. જી. બાલધા, કિશોરભાઈ માવાણી, જયસુખભાઇ ઠેસિયા સાહિત્ય ભાજપ-કોંગ્રેસના આગેવાનો તેમજ લેવા પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મનસુખભાઈ વઘાસિયા કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે ધોરાજી ખોડલધામ યુવા સમિતિના યુવાન કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

ખાસ નોંધનીય બાબત છે કે ખોડલધામ સમિતિ દ્વારા યોજાયેલા શ્રદ્ઘાંજલિ કાર્યક્રમમાં પહેલી વખત ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ એક સાથે મંચ પર જોવા મળ્યા.

(11:42 am IST)
  • સુરતના એરપોર્ટ પરથી વિદેશી ચલણની હેરાફેરી : ૨૫ હજાર યુએસ ડોલર, ૩૦૦૦ દિનાર સાથે ૨ની અટકાયતઃ એર ઇન્ટેલીજન્સ યુનિટ દ્વારા કાર્યવાહીઃ શાહજહાથી આવેલી ફલાઇટમાં કરતા હતા ચલણની ફેરાફેરીઃ કપડાની બેગમાં સંતાડીને વિદેશી કરન્સીની કરતા હતા હેરાફેરી access_time 3:52 pm IST

  • લોકસભા ચૂંટણી માટે પૂર્વોત્તર-દક્ષિણ ભારતમાં મહિલા મતદાતાની સંખ્યા પુરુષો કરતા વધુ :મતદારયાદી મુજબ પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના નવ રાજ્યોમાં પુરુષોની તુલનાએ મહિલા મતદારોની સંખ્યામાં વધારે છે access_time 12:52 am IST

  • ગોવા પૂર્વ સીએમ દિગંબર કામત ભાજપમાં જોડાવાની અફવા :કોંગ્રેસ નેતા કામતે કહ્યું કે તેઓ ભાજપમાં જોડાઈને મનોહર પાર્રિકરનું સ્થાન લેશે તેવી અફવા કેટલાક હિતશત્રુઓ ફેલાવી રહ્યાં છે :કોંગ્રેસના વરિષ્ઠ નેતા કામતે પાર્ટી છોડવાની વાતનો છેદ ઉડાવતા કહ્યું કે તેઓ રવિવારે ગોવા પાછા આવશે અને સોમવારે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં ભાગ લેશે :અંગત કામે દિલ્હી ગયો હતો access_time 12:53 am IST