Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

કેશોદમાં પંચાળા શ્રી સ્વામિનારાયણ મંદિર તિર્થધામમાં કાલથી ત્રિદિવસીય ધર્મોત્સવ

રાજકોટ તા.૧૮: અક્ષરધામતુલ્ય, પંચાળાના ઠાકોર, કુલભૂષણ,ક્ષત્રિય, પક્ષનિષ્ઠ, પરમભકતરાજ દરબારશ્રી જીણાભાઇના દરબારગઢમાં સાક્ષાત પ્રગટ બિરાજમાન સર્વાવતારી શ્રી ઘનશ્યામ મહારાજનું નિવાસસ્થાન સ્વામિનારાયણ મંદિરના અક્ષરમૂર્તિ સદ્દગુરૂ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની પવિત્ર પંરપરાના તેમજ તિર્થધામ પંચાળાના સંસ્થાપક સદ્દગુરૂશ્રી શાસ્ત્રી સ્વામી શ્રી ઉતમચરણ દાસજીના શુભ સંકલ્પથી તથા વર્તમાન મહંત સ્વામી શ્રી યોગેશ્વરદાસજીના સંનિષ્ઠ પ્રયાસથી શ્રી સ્વામિનારાયણ મંદિર તિર્થધામ મંદિર- પંચાળા તાલુકો કેશોદમાં તા. ૧૯-૩-૨૦૧૯થી તા. ૨૧-૩-૨૦૧૯ સુધી (૧) નુતન શિખરબદ્ધ ઉદ્દઘાટન મહોત્સવ એવમ (ર) રાસોત્સવ ફુલદોલોત્સવ અને રંગોત્સવ તથા (૩) પંચાળામાં ભગાવન શ્રી હરિ વિશેષ પારાયણ કથાનો ત્રિવેણી ધાર્મિક કાર્યક્રમ કોઠારી સ્વામી મહંત સ્વામી શ્રી યોગેશ્વરદાસજી સ્વામીના પ્રમુખ સ્થાને રાખવામાં આવેલ છે.

આ કાર્યક્રમ પ્રસંગે ભવ્ય (૧) નૂતન શિખરબદ્ધ મંદિર, (ર) નવ નિર્મિત ઉત્તમ યાત્રિમ ભુવન એવમ્ (૩) વચનામૃત છત્રીના ઉદ્દઘાટનનો ભવ્ય કાર્યક્રમ છે. સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વવતર્ય પ.પૂ. સદ્દગુરૂ કોઠારી સ્વામી શ્રી નિલકંઠચરણદાસજી (જેતપુર)ના વ્યાસાસને બિરાજી સંગીતના સથવારે અનેક દ્રષ્ટાંતો સાથે 'પંચાળામાં ભગવાનશ્રી હરિ' એ ધાર્મિક વિષય ઉપર કથાનું રસપાન કરાવી સંતો તથા હરિભકતોના હેત અને હૈયા જીતી લેશે.

શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી, શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામચરણ દાસજી,ભંડારી સ્વામી  શ્રી હરિકૃષ્ણદાસજી, શાસ્ત્રી સ્વામી શ્રી હરિસ્વરૂપદાસજી, પાર્ષદ શ્રી રમણભગત, પાર્ષદશ્રી ભાવેશભગત, પાર્ષદશ્રી મિલનભગત સૌ સંતો તથા હરિભકતોને આ ધાર્મિક પ્રસંગે પધારવા આત્મીય આમંત્રણ પાઠવે છે. જીવન સાર્થક કરવા જરૂરને જરૂર પધારશો. પંચાળા નૂતન મંદિરના મુખ્ય દાતાશ્રી તથા સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન અ.નિ. દેવરાજભાઇ કુરજીભાઇ હાલરીયા પરમ ભકત લક્ષમણ કુરજીભાઇ હાલારીયા નૂતન મંદિર બાંધકામ સેવાના સહ દાતાશ્રી પરમ ભકત શ્રી લાલજીભાઇ જેઠાભાઇ ઢોલરીયા ધ.પ. જયોત્સનાબેન લાલજીભાઇ હસ્તે રોહન લાલજીભાઇ ઢોલરીયા  રાજકોટ-અમેરિકા, તથા સુવર્ણ દ્વારની સેવા અ.નિ. પિતાશ્રી માધવલાલ નારણદાસ રાધનપુરા અ.નિ. માતુશ્રી નર્મદાબેન માધવલાલ રાધનપુરા હસ્તે સુપુત્રો જીતુભાઇ (પ્રમુખશ્રી દેવ ઉત્સવમંડળ રાજકોટ) બિપીનભાઇ, સુબોધભાઇ.

કાર્યક્રમ તા. ૧૯-૩-૨૦૧૯,(૧) સવારના ૮.૩૦ કલાકે નૂતન મંદિર ઉદ્દઘાટન, (ર) ૮.૪૫ કલાકે વચનામૃત છત્રી ઉદ્દઘાટન (૩) ૯ કલાકે નૂતન યાત્રિક ભવન ઉદ્દઘાટન, (૪) ૯.૩૦ કલાકે શોભાયાત્રા, (પ) ૧૦.૩૦ દિપ પ્રાગટય, (૬) ૧૧.૩૦ કલાકે કથા પારાયણ તા. ૨૦-૩-૨૦૧૯ સાંજે પ પંચાળાનો રાસોત્સવ રાત્રે ૯ થી ૧૧ મહેર રાસ મંડળ તા. ૨૧-૩-૨૦૯ સવારે ૧૧ કથા સમાપન ૧૧.૩૦ ફુલદોલોત્સવ બપોરે ૧૨ રંગોત્સવ અને ૧૨.૩૦ શાકોત્સવ કથાનો સમય સવારે ૯ થી ૧૧ સાંજે ૩.૩૦ થી ૬.૩૦ પાવનકારી પંચાળા (૧) તિલક ચાંદલાની ભૂમિ, (ર) શ્રીજી મહારાજે વચનામૃત કહ્યા, (૩) કલ્યાણકારી રંગોત્સવ કર્યો, (૪) અનેક રૂપ ધારણ કરી રાસોત્સવ કર્યો.

સભાનું શ્રેષ્ઠ સંચાલન અને એનાઉન્સર રાજકોટ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી શાસ્ત્રી શ્રી રાધારમણ દાસજી કરી સોૈનો રાજીપો મેળવશે.

સત્સંગી સેવક પત્રકાર અને જ્ઞાતિ મંત્રી મનસુખભાઇ એમ. પરમાર એક અખબારી યાદી દ્વારા સૌ હરિભકતોને દ્વિકર જોડી આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા નમ્ર પ્રાર્થના કરે છે.

(11:38 am IST)
  • યુપીમાં કોંગ્રેસને સમર્થન આપવા ભીમ આર્મીનો ઇન્કાર :ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર સાથે પ્રિયંકા ગાંધીએ મુલાકાત કરતા ચર્ચા હતી કે ભીમ આર્મી કોંગ્રેસને સપોર્ટ કરશે :ભીમ આર્મીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાતનસિંહે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં યુપીમાં કોંગ્રેસને સમર્થન કરવા કોઈ કારણ નથી :તેઓએ એમ પણ કહ્યું કે કોંગ્રેસે દલિતો માટે કઈ કર્યું નથી access_time 12:54 am IST

  • ગોવા પૂર્વ સીએમ દિગંબર કામત ભાજપમાં જોડાવાની અફવા :કોંગ્રેસ નેતા કામતે કહ્યું કે તેઓ ભાજપમાં જોડાઈને મનોહર પાર્રિકરનું સ્થાન લેશે તેવી અફવા કેટલાક હિતશત્રુઓ ફેલાવી રહ્યાં છે :કોંગ્રેસના વરિષ્ઠ નેતા કામતે પાર્ટી છોડવાની વાતનો છેદ ઉડાવતા કહ્યું કે તેઓ રવિવારે ગોવા પાછા આવશે અને સોમવારે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં ભાગ લેશે :અંગત કામે દિલ્હી ગયો હતો access_time 12:53 am IST

  • હાર્દિક પટેલે ગણપતિપુરાના ગણપતિ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા: પાસના કન્વીનર અને કોંગ્રેસમાં જોડાયેલ હાર્દિક પટેલે ગણપતપુરામાં ગણપતિદાદાના દર્શન કર્યા હતા access_time 7:09 pm IST