Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ભાણવડના ગુંદલા-ગુંદા ગામની સીમમાં સરપંચ સહિત જુગાર રમતા ઝડપાયા

ખંભાળીયા-ભાણવડ, તા.૧૮: ભાણવડ પો-સ્ટેના ઇન્ચાર્જ ના.પો.અધિ. મિલાપ પટેલ તથા પો.સબ.ઇન્સ. વાય.જી. મકવાણા તથા સ્ટાફના પો.હેડ કોન્સ રામસીભાઇ વિક્રમભાઇ ચાવડા તથા જયદેવસિંહ ભીખુભા જાડેજા તથા પો.કોન્સ કિશોરભાઇ સરમણભાઇ તથા પો.કોન્સ ખીમાભાઇ કેશુરભાઇ કરમુર તથા પો.કોન્સ જીતુભાઇ મેરામણભાઇ હુણ તથા પો.કોન્સ વિપુલભાઇ કાનાભાઇ મોરી તથા પરેશભાઇ સાંજવાએ ગુંદા-ગુંદલા ગામની સીમમા ધુલર નદીના પટમા રણજીતભાઇ કેશુભાઇ મેરની વાડીના સામે બાવળની ઝાળીમાં ગુંદલા ગામના સરપંચ રામસીભાઇ નાથાભાઇ ડાંગર તથા અન્ય ઇસમો ગોળ કુંડાળુ વળી જાહેરમા તીનપતી રોન નામનો પૈસાની હારજીતનો જુગાર રમે છે જે જગ્યા રેઇડ દરમ્યાન કુલ-૪ આરોપીઓ સાથે કુલ રોકડ રૂા.૩૬,૭૦૦/ તથા ગંજીપતાના પાના તથા પાથરણુ મળી  કુલ કી.રૂ.૩૬,૭૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી તમામ આરોપીઓને ધોરણસર અટક કરી તમામ વિરૂધ્ધ જુધા કલમ ૧૨ મુજબ ગુનો રેકર્ડ કરી આગળની તપાસ તજવીજ હાથ ધરવામા આવેલ છે.(૨૨.૫)

 

(11:34 am IST)