Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ધામળેજ ગામે શિકાર કરતા ૧૪ મૃત કુંજપક્ષી સાથે ૪ શખ્સો ઝડપાઇ ગયા

પ્રભાસ પાટણ, તા. ૧૮ : રાત્રીના બે કલાકે જંગલ ખાતાના નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન ધામળેજ ગામના ખારાના પાવાળા  વિસ્તારમાં હાસમ ફકીર ભેસલીયા, દાઉદ ફકીર ભેસલીયા, હાજી કરીમ ભેસલીયા, અબ્દુલ હુસેન ભેસલીયાને ૧૪ મૃત કુંજ પક્ષી ર મોટર સાયકલ, હુંક રેડ, સાઇન બ્લેક, ૩ મોબાઇલ, ૧-પતંગના દોરા સહિતના મુદ્દામાલ સાથે પી.બી. વાળા ફો.ગાર્ડ-કણજોનર, કે.કે. જોષી, લાટી, એસ.એમ. મેર, ધામળેજ, વી.એમ. મેર પ્રાંચી અને ચોકીદાર રામસીંગ, મોહનભાઇ અને સલીમ વગેરે સ્ટાફ દ્વારા પકડી લીધેલ છે. અત્યારે આ વિસ્તારમાં ખોરાકની શોધમાં મોટા પ્રમાણમાં કુંજ પક્ષીઓ જોવા મળે છે ત્યારે આ કુંજ પક્ષીનો શિકાર કરવા આવા શિકારીઓ રાત્રીના આંટાફેરા મારતા હોય છે, પરંતુ આ રીતે જંગલ ખાતા દ્વારા નાઇટ પેટ્રોલીંગને કારણે આવા તત્વોમાં ભય ફેલાયેલ છે.

(11:30 am IST)