Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

કોડીનાર બસ સ્ટેન્ડમાં હોન્ડા રાખવા બાબતે પેઢાવાડાના શખ્સને ઢીબી નાખ્યો

કોડીનાર, તા. ૧૮ : કોડીનાર એસ.ટી. ડેપોમાં પાર્કીંગ બાબતે એક શખ્સને માર માર્યાની કોડીનાર પોલીસમાં ફરીયાદ નોંધાયેલ છે.

વેરાવળની લાઇફલાઇન હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા જગદીશભાઇ નારણભાઇ સોલંકી રે. પેઢાવાડા પોતાના ઘરેથી હોન્ડા નંબર જીજે૧૧-એકયુ-૦૭૩૪ લઇને કોડીનાર એસ.ટી. ડેપોમાં આવેલ અને ત્યાં હોન્ડા મૂકી બસમાં ટીબી ગામે નોકરી ઉપર ચાલ્યા ગયેલ અને બોપરે પરત આવેલ હોન્ડા જોતા તેમાંથી કોઇએ હવા કાઢી નાખવા બાબતે નરેશભાઇ ડાભીને પૂછતા અહીં મોટર સાઇકલ રાખવી નહિ એમ કહીને ગાળો આપવા લાગેલ. ગાળો આપવાની ના પાડતા નરેશભાઇની સાથે તેના ભાઇ રવિભાઇ ડાભી તેના સબંધી જે.કે. મેર ત્યાં આવી ગયેલા.

નરેશ ડાભી પાસે લાકડાનો ધોકો હોય તથા તેનાભાઇ રવિ પાસે લોખંડનો પાઇપ હોય માર મારવા લાગેલ તથા જે.કે. મેર ઢીકાપાટુથી માર મારવા લાગેલ. આ અરસામાં ત્યાં માણસો ભેગા થઇ જતા આ ત્રણેય ત્યાંથી ચાલ્યા ગયેલ. માથામાં ઇજા થતાં તેમજ જમણી આંખમાં ઉપર લાગેલ નરેશભાઇના સબંધી કોઇ બે માણસો આવેલ અને નરેશભાઇ સાથે માથાકુટ કરે છે તેમ કહી ઢીક્કા પાટુથી માર મારવા લાગેલ મે રાડોરાડ કરવા લાગતા બન્ને જણા હવે પછી બોલીશ તો તને જાનથી મારી નાખશું તે ધમકી આપી જતા રહેલ.

માથામાં ઇજા થવાથી લોહી નિકળતા હોય ગળામાં પહેરેલ સોનાનો ચેઇન આશરે દોઢ તોલાનો જેવામાં આવેલ નહી તે આ મારામારીમાં પડી ગયાનું જણાતા અને આ અરસામાં ત્યાં ગામના દિવ્યેશભાઇ તથા કિરણભાઇ આવી જતાં સારવાર માટે લાવેલ. સારવાર માટે વેરાવળ લાવેલ જયાં પોલીસને ફરીયાદ આવેલ છે. આ બનાવની વધુ તપાસ કોડીનાર પોલીસ ચલાવી રહી છે. (૮.૧૦)

(11:27 am IST)