Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ડુમીયાણી બી. આર. એસ. કોલેજમાં વિંછીયાના વિદ્યાર્થીનો આપઘાત

ઉપલેટા, તા.૧૮: તાલુકાના ડુમીયાણી ગામ પાસે આવેલી બી.આર.એસ.કોલેજની હોસ્ટેલમાં વિંછીયા પંથકના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લઇને આપઘાત કરતા અરેરાટી પ્રસરી ગઇ હતી.

થોરીયાળી ગામે રહેતા ખેડૂત રમેશભાઇ દેરવાડીયા કોળીનો પુત્ર રોનક ઉ.વ.૨૧ પીપલ્સ સોસાયટી સંચાલીત બી.આર.એસ (બેચલર ઇન રૂરલ સ્ટડીઝ) કોલેજમાં પશુપાલન વિશે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જેણે કોલેજની હોસ્ટેલમાં પંખાના હુકમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા ૧૦૮ મારફત ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ ફરજ પરના ડો.એમ.એ.વાળાએ મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલ. ઉપલેટા પોલીસની ટીમ દોડી ગઇ હતી. વધુ તપાસ હેડ કોન્સ.ભુપેન્દ્રભાઇ સોલંકી દ્વારા હાથ ધરવામાં આવી છે.(૨૩.પ)

ઉપલેટા, તા.૧૮: તાલુકાના ડુમીયાણી ગામ પાસે આવેલી બી.આર.એસ.કોલેજની હોસ્ટેલમાં વિંછીયા પંથકના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લઇને આપઘાત કરતા અરેરાટી પ્રસરી ગઇ હતી.

થોરીયાળી ગામે રહેતા ખેડૂત રમેશભાઇ દેરવાડીયા કોળીનો પુત્ર રોનક ઉ.વ.૨૧ પીપલ્સ સોસાયટી સંચાલીત બી.આર.એસ (બેચલર ઇન રૂરલ સ્ટડીઝ) કોલેજમાં પશુપાલન વિશે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જેણે કોલેજની હોસ્ટેલમાં પંખાના હુકમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા ૧૦૮ મારફત ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ ફરજ પરના ડો.એમ.એ.વાળાએ મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલ. ઉપલેટા પોલીસની ટીમ દોડી ગઇ હતી. વધુ તપાસ હેડ કોન્સ.ભુપેન્દ્રભાઇ સોલંકી દ્વારા હાથ ધરવામાં આવી છે.

(11:19 am IST)