Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

બગસરાના સરકારી હોસ્પિટલમાં વિદાય સમારંભ

 બગસરા : સરકારી હોસ્પિટલમાં તાજેતરમાં બે કર્મચારીઓને બઢતી સાથે બદલીના હુકમ થયા હતા. જેમાં બાળ નિષ્ણાંતઙ્ગ ડો. ક્રિષ્નાબેન હરીયાણીને મહુવા જનરલ હોસ્પિટલમાં અધિક્ષક વર્ગ-૧ તરીકે બઢતી સાથે બદલી થતા તેમજ સ્ટાફ બ્રધર માંથી લલીતભાઈ પટેલને જનરલ હોસ્પિટલ સાવરકુંડલામાં હેડ નર્સ તરીકે બઢતી સાથે બદલી થતા આ બંને કર્મચારીઓને બગસરા સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડો. પી. ડી. સાવલિયા, ડો. એ. એચ. ઠુંમરઙ્ગ તથા સરકારી હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ બંને કર્મચારીઓની સરકારી હોસ્પિટલમાં તેમના દ્વારા થયેલ કાર્યો તેમજ સેવાની નોંધ લઈ તેમને બિરદાવવામાં આવ્યા હતા તેમજ મળેલ બઢતી બાબતે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.ઙ્ગવિદાય સમારંભ યોજાયો તે તસ્વીર.

(9:47 am IST)