Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

જૂનાગઢ જેલમાં ત્રણ કેદી પાસેથી મોબાઇલ ફોન મળ્યો

શૌચાલયના ગોખલામાં સંતાડ્યો'તો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૮ : જૂનાગઢ જેલમાં ત્રણ કેદી પાસેથી મોબાઇલ મળી આવતા ચકચાર વ્યાપી ગઇ હતી.

જૂનાગઢ જિલ્લા જેલના જેલ સહાયક કિરીટસિંહ ભાટી વગેરેએ ગઇકાલે ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન બેરેકના શૌચાલયના ગોખલામાં પ્લાસ્ટીકની કોથળીમાં વિંટાળી સંતાડીને રાખેલ મોબાઇલ ફોન મળી આવ્યો હતો.

આ અંગે તપાસ કરતા કેદી રોહિત બાબુભાઇ માંજરીયા, નરેશ ખીમજીભાઇ ભજગોતર અને સંજય અમરશીભાઇ રાયકાએ મોબાઇલ સંતાડયો હોવાનું જણાવ્યું હતું.

આથી આ ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ એ-ડીવીઝન પોલીસમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આમ, જેલમાં ત્રણ બંદીજનોનો મોબાઇલ ફોન મળી આવતા જેલ પ્રશાસન પણ ચોંકી ઉઠયું હતું. વિશેષ તપાસ પીએસઆઇ વી.આર.ચાવડા ચલાવી રહ્યા છે.(

(12:48 pm IST)