Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

હળવદ તાલુકા પંચાયતમાં ફોર્મ પરત ખેંચાયાઃ હવે ૫૧ ઉમેદવારો વચ્ચે જંગ જામશે

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૧૮:તાલુકા પંચાયતની ૨૦ બેઠકો માટે આગામી તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે કુલ ૮૫ ઉમેદવારી પત્ર ભરાયા હતા જેમાંથી કુલ ૨૯ ફોર્મ રદ્દ થયા હતા અને આજે પાંચ ઉમેદવારીપત્રો પરત ખેંચાતા હવે ૫૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે.

હળવદ તાલુકા પંચાયતમાં ચુપણી- ભરવાડ સોમીબેન ગેલાભાઇ, કાડિયાણા-કોળી ગાલુબેન હરજીભાઇ, રાણેકપર-રાજકુમાર નવદ્યણભાઇ ઊડેચા, કવાડીયા-અનિલભાઈ ખીમાભાઇ સોલંકી -બસપા, ઘનશ્યામગઢ -હસ્મિતાબેન મકવાણાએ ફોર્મ પાછા ખેંચ્યા છે.

હળવદ તાલુકા પંચાયતના  અજીતગઢ બેઠકમાં દયાબેન હરેશભાઇ કુુરીયા ભાજપ, અગોલા ભગવતીબેન મુકેશભાઇ કોંગ્રેસ ચરાડવા બેઠકમાં ગીતાબેન ઘનશ્યામભાઇ સોનગ્રા ભાજપ, પરમાર અસ્મિતાબેન દિલિપભાઇ કોંગ્રેસ, શાંતાબેન માવજીભાઇ માકાસણા અપક્ષ ચુપણી બેઠકમાં ગૌરીબેન હેમુભાઇ કોળી ભાજપ, કોળી મંજુબેન લાભુભાઇ કોંગ્રેસ, કોળી ચંદ્રિકાબેન નવીનભાઇ અપક્ષ દિઘડીયા બેઠકમાં બળદેવભાઇ કમાભાઇ કાંજીયા ભાજપ, ભરવાડ રણછોડભાઇ રામાભાઇ કોંગ્રેસ, ઘનશ્યામપુર બેઠકમાં લીલાપરા નીરુબેન ભુપતભાઇ ભાજપ, કણઝરીયા સુમીતાબેન ઘનશ્યામભાઇ કોંગ્રેસ ઈશાનપુર બેઠકમાં ચાવડા દેવજીભાઇ જેરામભાઇ ભાજપ, પરમાર દિપકભાઇ તેજાભાઇ કોંગ્રેસ, મકવાણા ભરતભાઇ પાલાભાઇ આપ, મકવાણા છનાભાઇ કાનાભાઇ અપક્ષ, ચાવડા ઇશ્વરભાઇ પુનાભાઇ બસપા

જુના દેવળીયા બેઠક પ્રવિણભાઇ માવજીભાઇ સરાવાડીયા ભાજપ પટેલ હિતેશભાઇ દેવજીભાઇ કોંગ્રેસ

કડીયાણા બેઠક રમેશભાઇ કાંતિલાલ ઝીંઝૂવાડિયા ભાજપ, મજેઠીયા મેહુલ ચંદુભાઇ કોંગ્રેસ, રમેશભાઇ શામજીભાઇ પટેલ અપક્ષ કવાડીયા બેઠકમાં ગણેસીયા ભરતભાઇ દેવજીભાઇ ભાજપ, ચારોલા વિજયકુમાર વાલજીભાઇ કોંગ્રેસ, ઉડેચા લક્ષ્મણભાઇ હરજીભાઇ આપ ચૂંટણી જંગમાં છે.

જ્યારે માલણીયાદ બેઠકમાં મનસુખભાઇ હરજીભાઇ કણઝરીયા ભાજપ કણઝરીયા ભરતભાઇ ગોરધનભાઇ કોંગ્રેસ માથક બેઠકમાં બકુબેન નાનુભાઇ પઢીયાર ભાજપ સોલંકી મરઘાબેન મનુભાઇ કોંગ્રેસ સોલંકી હંસાબેન વિક્રમભાઇ આપ મયુરનગર બેઠકમાં  ઝાલા હર્ષાબા ધર્મેન્દ્રસિંહ ભાજપ ચૌહાણ કંચનબેન કરશનભાઇ કોંગ્રેસ નવા દેવળીયા બેઠકમાં રેખાબેન મનસુખભાઇ પટેલ ભાજપ પટેલ ભગવતીબેન અનિલભાઇ કોંગ્રેસ પટેલ નયનાબેન જયંતિભાઇ આપ નવા ઘનશ્યામગઢ બેઠકમાં કોકીલાબેન ધીરજલાલ માકાસણા ભાજપ, લોરિયા રમાબેન નરેશભાઇ કોંગ્રેસ રણમલપુર બેઠકમાં અસ્મિતાબેન અતુલભાઇ વરમોરા ભાજપ નગવાડીયા ભીખુબેન ગોવિંદભાઇ કોંગ્રેસ મેદાનમાં છે.

રણછોડગઢ બેઠકમાં નેહાબેન સુરેશભાઇ સિહોરા ભાજપ, ડઢૈયા મકુબેન કાળુભાઇ કોંગ્રેસ, સારલા લક્ષ્મીબેન જગાભાઇ અપક્ષ રાણેકપર બેઠકમાં અનીલભાઇ હેમુભાઇ બાબરીયા ભાજપ, બાબરીયા ઘનશ્યામભાઈ પ્રભુભાઈ કોંગ્રેસ રાતાભેર બેઠકમાં નિલેશભાઈ ધનજીભાઈ ગામી ભાજપ પટેલ હિનેશભાઇ શાંતિલાલ કોંગ્રેસ સાપકડા બેઠકમાં જયંતિભાઇ નારાયણભાઇ ભાજપ, ઝાલા મહિપાલસિંહ રાજેંન્દ્રસિંહ કોંગ્રેસ, પરમાર જયોતિબેન પ્રેમજીભાઇ આપ ટીકર (રણ)માં વિજયભાઇ ઇશ્વરભાઇ પટેલ ભાજપ અને  પટેલ વાસુદેવભાઇ ભીખાભાઇ કોંગ્રેસ ચૂંટણી જંગમાં છે.

(11:26 am IST)