Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

પોરબંદરના નવીબંદરમાં એક માસથી ઘેર ઘેર નળમાં પાણી વિતરણ ઠપ્પ

પોરબંદર, તા. ૧૮ : નવી બંદરમાં એક માસથી ઘેર ઘેર નળમાં પાણી વિતરણ બંધ થઇ જતાં પાણીનો પોકાર ઉઠયો છે.

નવીબંદર ખારવા સમાજના પૂર્વ વાણોટ પ્રાગજીભાઇ તુંબડિયાએ નવી બંદરની મુલાકાતે જતા ગ્રામજનોએ પાણી વ્યથા ઠાલવી હતી. લોકો ઘેરા બીલ નિયમિત ભરે છે છતાં પાણી સહિત પૂરતી સુવિધા આપવામાં તંત્ર બેધ્યાન રહે છે. બીજી બાજુ કેટલાક સ્થાપિત હિતો દ્વારા પાણી વેચાણની ફરીયાદો હોય તેની તપાસ કરવા માંગણી ઉઠી છે. અગાઉ પાણી પ્રશ્ને અનેક રજુઆત કરી છતાં ધ્યાન અપાતું નથી. આ વિસ્તારના ધારાસભ્ય પાણી પ્રશ્નને સજાગ બને તેવું લોકો ઇચ્છી રહેલ છે. (૮.૯)

(1:14 pm IST)