Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

જામનગર તાલુકાના વાણીયા-વાગડીયા ગામના સિંચાઇ પ્રશ્ને રજુઆત

જામનગર તા.૧૮: જામનગર તાલુકાના વાગડીયા ગામે વાગડીયા સિંચાઇ યોજનાનુ કામ પુરૂ થવામાં છે. આ ડેમના કારણે વાગડીયા ગામ તથા વાણીયાગામમાં જે પ્ર્શ્નો ઉભા થયેલ છે. તે પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા આ વિસ્તારના ધારાસભ્યશ્રી રાઘવજીભાઇ પટેલ રાજ્યના સિંચાઇ ખાતાના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ લૈખિક તેમજ મૌખિક રજુઆતો કરી આ પ્ર્શ્નોના તાકીદે ઉકેલ માટે માંગણી કરેલ છે.

પુનઃ વસવાટ માટે મંજુર થયેલ વાગડીયા ગામના ગામતળ નં. ૧ તથા ગામતળ નં.૨માં ગૌશાળા, મંદિર, મસ્ઝીદ, સ્નાનગૃહ, ભુગર્ભગટર, વાગડીયા ગામની પ્રાથમિક શાળાનુ રીપેરીંગ તથા પંચાયત  ઘર રીપેરીંગ કરવા, પુર રક્ષણ દિવાલ બનાવવી, પીવાના પાણીની પાઇપ લાઇન જેવી જરૂરીયાત મુજબ કામો તાત્કાલીક હાથ ધરવા ડેમાના કારણે વિસ્થાપીત થયેલ કુટુંબોને રહેણાંકના પ્લોટો ફાળવવાના કાબી છે. તેમને તાત્કાલિક  પ્લોટ ફાળવવા, ડેમમાં ડુબમાં જતા રોડ-રસ્તાઓ નવા બનાવવા, નવા ગામતળ નં.૧ અને ૨માં પ્રવેશદાર બનાવવા તથા ગામતળમાં પશુઓને પાણી માટેના અવેળા બનાવવા, પીવાના પાણી માટે કુવો મંજુર કરવો, નવા ગામતળના આંત્રિક રસ્તાઓ બનાવવા, આંત્રીક રસ્તાઓનો કામો હાથ ધરવા, વાણીયાગામથી વાગડીયા ગામ સુધીનો ડામર રોડ બનાવવો, વાણીયાગામનો બ્રીજનો કામ તાત્કાલીક હાથ ધરવો, નવા ગામતળમાં બસ સ્ટેન્ડ છાપરી બનાવવી વિ.નો સમાવેશ થયેલ છે.

(1:13 pm IST)