Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

જામનગર -દ્વારકામાં સેરેબ્રલ પાલ્સીનાં બાળ દર્દીઓ માટે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

નિષ્ણાંત સર્જનો ધારા વિના મૂલ્યે તપાસણી

જામનગર તા.૧૮: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સેરેબ્રલ પાલ્સીનાઙ્ગ બાળદર્દીઓ (ઉમર ૦-૧૫ વર્ષ) માટે તદન નિૅંશુલ્ક સ્ક્રીનિંગ કેમ્પ તાજેતરમાં  જી.જી. હોસ્પિટલ, જામનગર ખાતે આવેલ ડી.ઇ.આઇ.સી.(District Early Intervention Centre) સેન્ટર ખાતે યોજાયો.  જામનગર જિલ્લા કલેકટર શ્રી રવિશંકર  દ્વારા આ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કલેકટરશ્રી દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.

આ કેમ્પ વાગડ વેલ્ફેર ટ્રસ્ટ, ભચાઉ, કચ્છ, મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેડિયાટ્રિકસ ઓર્થોપેડિક ડિસોર્ડર્સ, મુંબઈ, વિભાગીય નાયબ નિયામક કચેરી(આરોગ્ય વિભાગ), રાજકોટ, જી.જી. હોસ્પિટલ, જામનગર, એમ.પી.શાહ મેડિકલ કોલેજ, જામનગર, જિલ્લા આરોગ્ય તંત્ર, જામનગર, જિલ્લા આરોગ્ય તંત્ર, દેવભૂમિ દ્વારકા દ્વારા સંયુકત ઉપક્રમે આયોજીત કરવામાં આવેલ હતો. 

આ બાળદર્દીઓનું  ચેક-અપ/સ્ક્રીનિંગ મુંબઇના નામાંકિત ડો.તરલ નાગડા (પેડિયાટ્રિક ઓર્થો સર્જન)ની ટીમના પેડિયાટ્રિક ઓર્થો. સર્જન ૧). ડો. જયદીપ ધામલે, (૨). ડો. અવી શાહ, (૩). ડો. ગુરિન્દર અને રાજકોટના પેડિયાટ્રિક ઓર્થો. સર્જન ૪). ડો. રોહનની ટીમ દ્વારા જ કરવામાં આવેલ. કેમ્પમાં કુલ ૧૪૦ બાળ દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાં જામનગર જિલ્લાના ૯૬ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૪૬ બાળ દર્દીઓને આવરી લેવાયા હતા.  આ બાળદર્દીઓને તેમના ઘેરથી આરોગ્ય વિભાગની  ટીમ સાથે અને આરોગ્ય વિભાગના વાહન દ્વારા જ કેમ્પના સ્થળ પર લઈ આવી પરત લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી  બાળકો ને ઓછામાં ઓછી અગવડતા પડે.

આ કેમ્પ પછી જે બાળ દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત છે તેઓનું ઓપરેશન ડો. નાગડા અને એમની ટીમ દ્વારા વાગડ વેલ્ફેર હોસ્પિટલ, ભચાઉ ખાતે તદન  નિઃશુલ્ક કરી આપવામાં આવશે તેમ જી.જી.હોસ્પિટલ જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે

(1:06 pm IST)