Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

મોરબીના કાલિકા પ્લોટમાં ગેરકાયદે પિસ્તોલ અને કારતુસ સાથે રમીઝ ચાનિયા ઝડપાયો

બંદૂક અને જીવતા કારતુસ સહીત 45 હજારનો મુદામાલ જપ્ત

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ નર્મદાહોલ પાસેથી એક શખ્સને ગેરકાયદેસર બંદુક અને જીવતા કાર્ટીસ સહીત કુલ મુદામાલ કીમત રૂ.૪૫૬૦૦ સાથે એક શખ્સને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ નર્મદા હોલ પાસે રમીઝભાઈ હુશેનભાઈ ચાનિયા ગેરકાયદેસર લાયસન્સ વગર સેમી ઓટોમેટિક હાથ બનાવટી પિસ્ટલ કીમત રૂ.૧૦,૦૦૦ તથા જીવતા કાર્ટીસ નંગ-૬ કીમત રૂ.૬૦૦ અને મોબાઈલ નંગ-૨ કીમત રૂ.૩૫,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૪૫,૬૦૦ સાથે ઝડપી પાડી મોરબી એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:53 pm IST)