Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ભૂજ સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટયુટના બનાવ સંદર્ભે ઝડપાયેલ ૪ મહિલાઓ પાસેથી પુરાવા એકત્ર કરવા તજવીજ

ભુજ, તા. ૧૮:  સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટયુટ, ભુજ ખાતે બનેલ બનાવની હકિકતની જાણ થતા પોલીસ અધિક્ષક, સૌરભ તોલંબિયાએ તાત્કાલીક મહિલા પોલીસ ઇન્સ્પેકટર પી.એચ. લગ્ધીરકા તથા ભુજ શહેર એ-ડીવીઝન પો. સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર બારોટ તથા મહિલા પોલીસ કર્મચારીઓને સહજાનંદ ઇન્સ્ટીટયુટ  મિરઝાપુર તા. ભુજ ખાતે જઇ વિદ્યાર્થીનીઓનો સંપર્ક કરી પુછપરછ કરી ગુનાહિત જણાઇ આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ. આ ટીમ દ્વારા ભોગ બનનાર વિદ્યાર્થીઓની પુછપરછ કરતા ગુનો બનેલ હોવાની હકિકતની જાણ થતા ભોગ બનનાર વિદ્યાર્થીનીઓ પૈકી એક વિદ્યાર્થીનીએ આરોપીઓ (૧) આચાર્ય રીટાબેન રાણીંગા (ર) કો-ઓર્ડીનેટર અનિતાબેન (૩) પટાવાળા નયનાબેન (૪) હોસ્ટેલના સુપરવાઇઝર રમીલાબેનનાઓ વિરૂધ્ધ પો.ઇન્સ. લગ્ધીરકા રૂબરૂ ફરીયાદ આપતા ભુજ શહેર બી-ડીવીઝન પો. સ્ટે. એ ગુ.ર.નં. ૧૩૦/ર૦ર૦, ઇપીકો કલમ-૩૮૪, ૩પપ, પ૦૬, પ૦૯, ૧૪૪ મુજબનો ગુનો તા. ૧પ-૦ર-ર૦ર૦ના ક-૧પ/૩૦ વાગ્યે રજીસ્ટર કરવામાં આવેલ આ ગુનાની તપાસ મહિલા પોલીસ ઇન્સ્પેકટર પી.એચ. લગ્ધીરકાનાઓએ હાથ ધરેલ.

સંવેદનશીલ હોઇ તેમજ ગુનાના કામે ભોગ બનનાર ૬૦ જેટલી વિદ્યાર્થીનીઓ હોઇ જેથી ગુનાની તપાસ સાચી, ન્યાયી અને ઝડપી થાય તે માટે પોલીસ અધિક્ષકશ્રી, સૌરભ તોલંબીયાનાઓએ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરેલ આ ટીમમાં જે.એન.પંચાલ, નાયબ પોલીસ અધિક્ષક, ભુજ વિભાગના સુપરવિઝન હેઠળ (૧) મહિલા પોલીસ ઇન્સ્પકટર પી.એચ. લગ્ધીરકા (ર) આર.એન. ખાંટ, પોલીસ ઇન્સ્પેકટર, ભૂજ શહેર બી-ડીવીઝન, પો.સ્ટે. (૩) એસ.બી. વસાવા, સર્કલ પોલીસ ઇન્સ્પેકટર ભુજ સર્કલ (૪) અર્ચના રાવલ, મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટરનો સમાવેશ કરવામાં આવેલ છે.

સદર ગુનાની હાલ સુધીની તપાસ દરમ્યાન ફરીયાદના જણાવેલ આરોપીઓ વિરૂધ્ધ અટક કરવા જેટલા પુરતા પુરાવાઓ મળી આવતા સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓને આજરોજ ભૂજ શહેરએ ડીવીઝન પો. સ્ટે. બોલાવી તપાસ કરનાર અધિકારી પી.એસ. લગ્ધીરકા પોલીસ ઇન્સ્પેકટરનાઓને પુછપરછ કરતા તેઓની ગુનામાં સંડોવણી જણાઇ આવતા અને અટક કરવા જેટલા પુરતા પુરાવાઓ મળી આવતા આરોપીઓ (૧) આચાર્ય રીટાબેન મનસુખભાઇ રાણીંગા (ઉ.વ.૩૮) રહે. ધવલનગર-ર, પ્લોટ નં.ર૦ માંડવી (ર) કો-ઓર્ડીનેટર અનિતાબેન રણછોડભાઇ કરસનભાઇ ચૌહાણ (ઉ.વ.૪૯), રહે. -ર૦પ, રાધવદર્શન એપાર્ટમેન્ટ, સંસકારનગર, પ્રસાદી પ્લોટ, ભુજ (૩) હોસ્ટેલના સુપરવાઇઝર રમીલાબેન સુરેશભાઇ કાનજીભાઇ હિરાણી (ઉ.વ.ર૯) રહે. સુખપર, નવાવાાસ, ધનશ્યામનગર ભુજ (૪) પટાવાળા નયનાબેન નારણભાઇ અરજણભાઇ ગોરસીયા (ઉ.વ.૪૦) રહે-સુખપર, નવાવાસ, ઘનશ્યામનગર, ભુજનાઓએ આજ તા. ૧૭-૦ર-ર૦ર૦ના રોજ સદર ગુનાની તપાસ કરનાર પી.એસ. લગ્ધીરકા મહિલા પોલીસ ઇન્સ્પેકટરનાઓએ અટક કરેલ છે. સદર ગુના કામે અટક કરેલ તમામ આરોપીઓની ધનિષ્ઠ પુછપરછ કરી તેઓ પાસેથી ગુનાને લગત તમામ પુરાવાઓ એકત્રિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

(12:16 pm IST)