Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

પૂ. જલારામબાપાની ૧૩૯મી પુણ્યતિથીઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં સેવાકાર્યો

પૂજન, મહાઆરતી, સમુહપ્રસાદ સહિત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો

રાજકોટ તા. ૧૮ :.. પૂ. જલારામબાપાની આજે ૧૩૯ મી પુણ્યતિથી નિમિતે વિવિધ સેવાકાર્યો સાથે પૂજન, અર્ચન, મહાઆરતી, સમુહપ્રસાદ સહિત અનેક વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

વાંકાનેર

વાંકાનેર : રામ નામ મૈ લીન હૈ, દેખત સબમે રામ, તાકે પદ વંદન કરૂ જય જય જલારામ જાતિ ન પૂછો  સાધુ કી, પૂછ લીજીએ ગ્યાન, મૌલ કરી તલવા કા પડા રહન દો મ્યાન' એ ઉકિત અનુસાર આવા સેવાના મહાન વ્રતધારી દિવ્ય અવતારી સંત શિરોમણી પ.  શ્રી જલારામ બાપા વિશે વધુ લખવુ એ યથાર્થ ગણાશે. પૂ. બાપાના અનેક પરચાઓ છે. પૂ. બાપાએ સૌને સત સેવા ધર્મનો માર્ગ બતાવેલ છે. તેમની સાધુ-સંતોની સેવા અને 'ભોજન' જે મુખ્ય ધ્યેય હતો.

તીર્થરાજ વિરપુરની પાવન ભૂમિમાં સદ્ગુરૂ  દેવશ્રી ભોજલરામબાપાના આર્શિવાદ પ્રાપ્ત કરીને તેમજ શ્રી રામજીનું સ્મરણ કરીને ઇ. સ. ૧૮૮૦ માં મહાશુદ  બીજના દિવસે વિ.સં.૧૮૭૬ ના રોજ સદાવ્રત અન્નક્ષેત્રનો શુભપ્રારંભ તીર્થરાજ વિરપુરની પાવન ભુમીમાં કરેલ હતો આજે પુ. શ્રી જલારામબાપાની અસીમકૃપાથી ર૦૦ વર્ષથી અવિરત અન્નક્ષેત્ર બન્ને ટાઇમ ચાલુ છે વીરપુરની પાવન તીર્થ ભૂમીમાં માત્ર ભારત જ નહી પરંતુ દેશ-વિદેશથી પુ.બાપાના ભકતજનો પધારે છે. અને પૂ.બાપાના મંદિરે આવી પૂ.બાપાના દર્શન કરી તન-મનને શાંતી મેળવે છે. તેમજ મહાપ્રસાદ લઇને ધન્યતા અનુભવે છે અત્રેએ ઉલ્લખનીય છે કે ૯ ફેબ્રુઆરી ર૦૦૦ સાલથી વિરપુર શ્રી જલારામબાપાના મંદિરમાં કોઇપણ દાન, ભેટ સ્વીકારવામાં આવતી નથી જે વિશ્વમાં કદાચ પ્રથમ મંદિર હશે પૂ. જલારામ બાપાનો મુખ્ય ધ્યેય ભજન કરો અને ભોજન કરાવો જે હેતુ અનુસાર આજે પણ દરરોજ વિશાળ સંખ્યામાં ભાવિક-ભકતજનો આ જગ્યામાંં મહાપ્રસાદ લ્યે છે.

રાજકોટ

રાજકોટઃ ભાવનગર હાઇવે પર રાજસમઢીયા ખાતે જલારામ ઝૂપટી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જલારામબાપાની ૧૩૯મી પુણ્યતિથીએ ૧૧-૩૦ વાગ્યે ર૦૦ નિઃસહાય બહેનોને અનાજની કીટનું વિતરણ કરાશે બપોરે મહાઆરતી તથા મહાપ્રસાદ અને રાત્રે પંચમુખી હનુમાન મંડળના હનુમાન ચાલીસાના પાઠ યોજાશે.

મોરબી

મોરબીમાં જલારામ પ્રાર્થના મંદિર દ્વારા રાત્રે ૮-૩૦ કલાકે પ. જલારામ બાપાની પુણ્યતિથી નિમિતે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

વેરાવળ

વેરાવળમાં જલ્યાણ ગ્રુપ સાંજે ૭ કલાકે લોહાણા બોર્ડીંગ બસ સ્ટેન્ડ સામે વિશાળ ગ્રાઉન્ડમાં લોહાણા સમાજ માટે સમુહ ભોજનનું આયોજન કરાયેલ છે. જેમાં જલારામ બાપાને ભોજન પ્રસાદ ધરી સમુહશાંતિ ભોજનની શરૂઆત કરાશે.

ખંભાળીયા ખંભાળીયામાં જલારામ બાપાના મંદિરે સવારથી પરિક્રમ જલારામ બાપાના મંદિરે સવારથી પરિક્રમા, મહાઆરતી નુતન ધ્વજારોહણ ધુન વિગેરે ધર્મમય કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. રઘુવંશી જ્ઞાતિના લગ્નોત્સક સંતાનોના નામની નોંધણી બપોરે ત્રણથી છ વાગ્યા સુધી રાત્રે વી.ડી.બરછા લોહાણા મહાજનવાડી ખાતે કરવામાં આવશે.

આ ઉપરાંત આ જ સ્થળે સવારે ૧૧ થી ૬ વાગ્યા સુધી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે માં અમૃતમ કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સાંજે ચારથી આઠ વાગ્યા સુધી રઘુવંશી મહિલા મંડળ તથા દાદા જશરાજ વીરબાઇ ચેરીટેબલ ટ્રસ્ટના સંયકુત ઉપક્રમે રકતદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે. સાંજે સાડા છથી સાડા આઠ વાગ્યા સુધી જ્ઞતિના બહેનો માટે તથા રાત્રે સાડા આઠથી સાડા દશ વાગ્યા સુધી  રઘુવંશી ભાઇઓ માટે વી.ડી.બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે સમુહ પ્રસાદ નાતનું પણ આયોજન કરવામાં આવ્યું.

સલાયા

સલાયામાં સવારે ૭-૩૦ વાગ્યે જલારામ મંદિરે મહાઆરતીનુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ બપોરના ૧ર-૩૦ વાગ્યે સમસ્ત લોહાણા સમાજનું સમુહ ભોજન રાખવામાં આવેલ છે.

(12:10 pm IST)