Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

જસદણ-વિંછીયા કોળી સમાજનાં સમુહલગ્નમાં વરરાજાને હેલ્મેટ અર્પણ : કન્યાઓને ૬૫ વસ્તુઓનું કરિવાર

જસદણ તા.૧૮ : જસદણ વિછીયા કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ આયોજિત ૨૦ માં સમૂહ લગ્ન અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયા જેમાં ૩૮ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા જેમાં જસદણ વિછીયા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ના અધ્યક્ષ સ્થાને તેમજ માર્ગદર્શન હેઠળ સમારોહનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સતરંગ જગ્યા ના મહંત શ્રી હરિરામ બાપા એ ખાસ હાજર રહીઙ્ગ નવદંપતીઓને આશિર્વચન પાઠવ્યા હતા સમૂહ લગ્ન સમિતિ તેમજ દાતાઓ તરફથી અંદાજિત ૬૫ જેટલી વસ્તુઓ કરિયાવરમાં દાન ભેટ રૂપે આપવામાં આવી હતી દરેક વરરાજાઓને હેલ્મેટ આપવામાં આવ્યા હતા સમૂહ લગ્ન સમારોહ ને શોભાવવા રાજુભાઈ સોલંકી, જેઠાભાઇ જોરા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, જગ્યા ના મહંત શ્રી હરિરામ બાપા,જુભાઈ સોલંકી, જેઠાભાઇ જોરા પૂર્વ ધારાસભ્યશ્રી,પ્રોફેસર રતનશીભાઈ ઝાપડિયા, જીજ્ઞાશાબેન મેર,હર્ષાબેન ડાભી પ્રમુખ તાલુકા પંચાયત વિછીયા, ભાવનાબેન બાવળીયા, નિરાંત બેન ધોરીયા,જેસા ભાઈ સોલંકી જસદણ તાલુકા કોળી સમાજ પ્રમુખ, તાલુકા અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ કડવાભાઇ જોગરાજીયાઙ્ગ તેમજ પ્રમુખ માર્કેટિંગ યાર્ડ વિછીયા, પોપટભાઈ રાજપરા, રવજીભાઈ સરવૈયા, ખોડાભાઈ ખસિયા, મનસુખભાઈ જાદવ,બાબુભાઈ ભવાની ટ્રાવેલ્સવાળા, પ્રભાતભાઈ યાદવ,વાલજીભાઈ જાદવ, દિનેશભાઇ મકવાણા, વિનોદભાઇ વાલાણી, નાથાભાઇ વાસાણી તાલુકા પંચાયત ના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ સમાજ શ્રેષ્ઠીઓ કાર્યક્રમને દિપાવવા હાજર રહ્યા હતા. સફળ બનાવવા દેવશીભાઇ મુખી,રામજીભાઈ ગઢાદરા, કરસનભાઈ રામપરાવાળા, સોમાભાઈ ગોહિલ, કેશુભાઈ કુમરખાણીયા, જેન્તીભાઈ રાજપરા, મોહનભાઈ રોજાસરા, હરેશભાઈ વાલાણી, જેન્તીભાઈ બાવળીયા,દેવરાજભાઈ ગઢાદરા, સંદીપભાઈ વાળા, સુરેશભાઇ ઝાપડીયા, શામજીભાઇ ધોરીયા તેમજ શિક્ષક ભાઇઓ બહેનો તેમજ અમરાપુર શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(12:02 pm IST)