Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

ધોરાજીમાં ચોરી કરવા આવેલા શખ્સને પકડી લેતા મકાન માલિક અને તેના મિત્રને છરી ઝીંકી

 ધોરાજી તા. ૧૮ : ધોરાજીના ગુલઝાર પાર્ક પાસે રહેતા ફરિયાદી સલીમ અનવરભાઈ ગરાણા ઉંમર વર્ષ ૨૦ વાળાએ ધોરાજી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. ૧૫ના રોજ મોડી રાત્રે બહાર લગ્ન પ્રસંગમાંથી આવ્યા બાદ ફરિયાદી સલીમભાઈ ને પોતાના ઘરે આવેલ ત્યારે સલીમભાઈ ના બહેને જણાવેલ કે આપણા ઘરના સીસીટીવી કેમેરામાં નવેરાના ભાગમાં કોઈ અજાણ્યો માણસ દેખાય છે.

સીસીટીવીમાં જોતા કોઈ માણસ શંકાસ્પદ રીતે દેખાતા સલીમભાઈ એ પોતાના મિત્ર મુસ્તકિમ સમદ ભાઈ ગરાણાને ફોન કરી બોલાવેલ ત્યારબાદ બંને ર્ી નવેરા ના ભાગ માં પ્રવેશતા શંકાસ્પદ રીતે ઘરમાં પ્રવેશેલા વ્યકિત મકાન માલિક સલીમભાઈ તેમજ તેમના મિત્ર મુસ્તકીમ પર લોખંડનો પાઈપ અને છરી વડે હુમલો કર્યો હતો અને બંને વચ્ચે મારામારી થવા પામી હતી આ દરમિયાન ધોરાજી પોલીસને મકાન માલિકના પરિવારજનોને જાણ કરી દેતા ધોરાજી પોલીસે આ ત્રણેયને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા.

શંકાસ્પદ રીતે ગેરકાયદેસર પ્રવેશ કરેલ વ્યકિતની ઓળખ છતી થવા પામી હતી અને તે યાસીનભાઈ ગફારભાઈ ગોરી જાતે સિપાઈ રહેવાસી લાલ શાહ બાબાની દરગાહ પાસે ધોરાજી વાળો હોવાનું ખુલવા પામ્યું હતું આ ત્રણેય વચ્ચે થયેલી ઝપાઝપીમાં ચોરી કરવાના ઇરાદે આવેલ યાસીન ગોરી ને પણ ઇજા થવા પામી હતી. ધોરાજી પોલીસે યાસીન ગોરી સામે આઇપીસી ૩૯૪,૪૫૧,૪૫૭ મુજબ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી હતી અને આ મામલે આગળ વધુ તપાસ હાથ ધરી છે.

(11:01 am IST)