Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

મોરબી સહિત ત્રણ જીલ્લાના ચોરીના વોન્ટેડ આરોપી ગોપાલ ઉર્ફે ટીના વણઝારા ખીલોરી ગામેથી ઝડપાયો

મોરબી : હળવદ,સુરેન્દ્રનગર જીલ્લાના દશાડા અને પાટડી પોલીસ સ્ટેશનના જી.ઈ.બી.ના ઇલેક્ટ્રિક વાયરોની ચોરીના અલગ અગલ ચાર ગુન્હામાં ૧૧ વર્ષથી નાસ્તા ફરતા આરોપી મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 મળતી વિગત મુજબ મોરબી જીલ્લા ઇન્ચાજ પોલીસ વડા ડી.જી ચૌધરીના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. પી.આઈ. વી.બી.જાડેજાની સુચનાથી પેરોલ ફર્લો સ્કવોડના ચંદ્રકાંતભાઈ વામજા, મુકેશભાઈ જોગરાજીયા, દિવ્યરાજસિંહ જાડેજા, મુકેશભાઈ વાસાણી સહિતની ટીમે હળવદ અને દશાડા પોલીસ મથકના આઈ.પી.સી. ૩૭૯,૧૧૪, તથા પાટડી પોલીસ મથકના ઈ.પી.કો. કલમ ૩૭૯ ના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ગોપાલ ઉફે ટીના ગણપતભાઈ વણઝારા (રહે-ખીલોડી જી.પંચમહાલ )ને ખીલોડી ગામેથી હળવદ પોલીસ મથક લાવી અટક કરી મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

(1:03 am IST)