Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ટંકારા પંથકમાંથી લગ્નની લાલચે સગીરાનું જયેશ ગણાવા અપહરણ કરી ગયાની ફરિયાદ

ટંકારા પંથકમાં રહેતા પરિવારની સગીરાને લગ્ન કરવાના ઈરાદે બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી વિગત મુજબ ટંકારા ટંકારા તાલુકા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને આરોપી જયેશ ભલાભાઈ ગણાવા (રહે-સરાયા તા.ટંકારા અને મૂળ- ઝરીબુજર્ગ ખરેલી ચૌહાણ ફળિયું તા.ગરબાડા જી.દાહોદ વાળો ) કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાના ઈરાદે અને બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ સગીરાના પિતાએ ટંકારા પોલીસ મથકમાં નોધાવી છે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

-- 

(12:54 am IST)