Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

પૈસા માટે પટેલ મહિલાને સસરાએ જીવતી સળગાવી

ગોંડલના ગોમટાનો બનાવઃ રાજેશ્રીબેન મણવર (ઉ.૪૦) ને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયાઃ સસરા રતિ ઉર્ફે બટૂકે દેણુ ઉતારવા મામા પાસેથી ૩૦ લાખ લાવવા કહી જીવતી સળગાવ્યાનો આરોપ

રાજકોટ તા. ૧૮ :.. ગોંડલના ગોમટામાં પૈસા માટે પટેલ મહિલાને તેના સસરાએ કેરોસીન છાંટી સળગાવી દેતા તેને સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ ગોમટા ગામમાં રહેતા રાજેશ્રીબેન સતિષભાઇ મણવર (ઉ.૪૦) સવારે પોતાના ઘરે હતા ત્યારે તેને સસરા રતી ઉર્ફે બટૂક મણવરે ઝઘડો કરી કેરોસીન છાંટી સળગાવી દેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

હોસ્પિટલના બીછાનેથી રાજેશ્રી બેન મણવરે જણાવ્યું હતું કે, પોતાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ ખેતીકામ કરે છે.

પોતે સાસુ ચંપાબેન અને સસરા રતી ઉર્ફે બટૂક મણવર અને પતિ સાથે સંયુકત કુટુંબમાં રહે છે. સસરા રતી ઉર્ફે બટૂકને દેણુ થઇ ગયુ હોઇ તેથી દેણુ ઉતારવા માટે મામા પાસેથી ૩૦ લાખ રૂપિયા લઇ આવવા પ્રશ્ને અવારનવાર ઝઘડો થતો હતો. આજે ફરી સસરાએ ઝઘડો કરી મારા ઉપર કેરોસીન છાંટી કાંડી ચાંપી દીધી હતી. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે તપાસ આદરી છે.

(4:02 pm IST)