Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

પોરબંદરના સંવેદનશીલ ગોસાબારા સહિત દરીયા કાંઠા ઉપર સુરક્ષા વધારવાની જરૂર

ભુતકાળમાં આરડીએકસ અને હથીયાર લેન્ડીંગઃ પેટ્રોલીંગ માટે પુરતો સ્ટાફ નથીઃ રેઢાપડ કિનારા

પોરબંદર, તા., ૧૮: પોરબંદરના સંવેદનશીલ ગોસાબારા કુછડી ખીમેશ્વર સહીત દરીયા કાંઠા ભુતકાળમાં આરડીએકસ અને હથીયારના  લેન્ડીંગથી કુખ્યાત બન્યા છે. આ દરીયા કાંઠા ઉપર પુરતી સુરક્ષાના અભાવે રેઢાપડ જેવા છે.

પોરબંદર નજીક હર્ષદ મીયાણીથી મૂળ માધવપુર ૧૦૬ કી.મી. દરીયાઇ પટ્ટી ઉપર  ગોસાબારા અને ઓડદર વચ્ચે કાંઠા ઉપર ૧૯૯રમાં આરડીએકસ અને હથીયાર લેન્ડીંગ થયેલ અને ડોન દાઉદ સહીત ૮૪ વ્યકિતઓ સામે ચાર્જશીટ થઇ હતી. મમુમીયા અને સતારમૌલાનાના નામ ખુલ્યા હતા. ચાર્જશીટ બાદ કેટલાકનો છુટકારો થયેલ હતો. દરીયાઇ પટ્ટી ઉપર ખીમેશ્વર કુછડી સુભાષનગર વગેરે કુખ્યાત બનતા સંવેેદશનીલ જાહેર કરવામાં આવેલ છે. સમયાંતરે કાંઠા  ઉપર સુરક્ષા વધારવામાં આવી હતી. જ ેસમય જતા વધારાની સુરક્ષા હટાવી લેવાઇ હતી.

ખીમેશ્વર કાંઠા પોઇન્ટ ઉપર એસઆરપી બંદોબસ્ત મુકવામાં આવેલ હતો. જે આજે નથી. દરીયાકાંઠા ઉપર પુરતી સુરક્ષાના અભાવે રેઢાપડ જેવા છે.

પેટ્રોલીંગ માટે પુરતો સ્ટાફ પણ નથી. આ કિનારા ઉપર ગેરકાયદે ખનીજ ખોદકામને લીધે મોટા બંકર જેવા ખાડા થઇ ગયા છે.  જેનો ઘુસણખોરો ઉપયોગ કરી શકે તેવો ભય છે. કાશ્મીરમાં સૌથી મોટા આતંકી હુમલાને અનુલક્ષીને પોરબંદરના દરીયાકાંઠા  ઉપર સુરક્ષા મજબુત બનાવવાની જરૂર છે.

(3:43 pm IST)