Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

જુનાગઢમાં બીએસએનએલની ૩ દિવસની હડતાલઃ શહિદ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ

જુનાગઢ તા.૩ : દિવસની હડતાલ બીએસએનએલ કર્મચારીઓએ રાખેલ છે. સૌ પ્રથમ કાશ્મીર ખાતે શહીદ થયેલ જવાનોના આત્માને શાંતી માટે બે મીનીટનું મૌન પાળેલ હતુ. તેમજ શહીદ જવાનોની આત્માની શાંતી  માટે ગાયત્રી યજ્ઞનું આયોજન કરેલ હતુ. મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે. (૧) પે રીવીઝન (ર) પેન્શન રીવીઝન  (૩) ૪જી સ્પેક્રટમ (૪) પેન્શન કન્ટરીબ્યુશન ગવર્નરના રૂલ્સ પ્રમાણે માંગણીઓ છે. આજની હડતાલ સર્કલ સેક્રેટરી ડી.કે.બકુતરા, ઓફિસર્સ એસોસીએશન ભારાઇ બીએસએનએલના ડીસ્ટ્રી. સેક્રેટરી રાઠોડભાઇ તેમજ જીએચબી બ્રાન્ચના ડી.એસ.તેરૈયા તેમજ એઆઇબીડીપીએના ડીસ્ટ્રી. એ.કે. જયસુખભાઇ દોશી, ઓફિસર એસો. શીયાણી સાહેબ વગેરે હાજર રહેલ હડતાલ સંપુર્ણ ડીવીજનમાં છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(3:36 pm IST)