Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ભાણવડ રેલવે સ્ટેશન પર નવી બિલ્ડીંગનું લોકાર્પણ

પાલીકાને ૮.૩૩ લાખની એમ્બ્યુલન્સ ભેટમાં આપતા સાંસદ પૂનમબેન માડમ

દેવભૂમિ દ્વારકા તા. ૧૮ : ભાણવડ રેલ્વે સ્ટેશન પર યાત્રીકોની સુવિધામાં વધારો થાય તે હેતુથી સાંસદ પૂનમબેમ માડમ દ્વારા નવી બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું અને વિવિધ સ્ટેશનો પર કરવામાં આવનાર કાર્યોનું ખાતમર્હૂત કવ્યું હતું. અને નગરપાલીકાને આવેલ નવી એમ્બ્યુલન્સનું રીબીન કાપી મર્હુત કવ્યું હતું. જેમાં રેલ્વે સ્ટેશનમાં ખાતમર્હુત કર્યો તેમાં લાલપુર સ્ટેશન પર પ્લેટફોર્મની લંબાઇ વધારો કરવામાં આવશે તેમજ એક હાઇ લેવલનું પ્લેટફોર્મ બનાવવામાં આવશે. ગોપ સ્ટેશન પર એક વધારાનું પ્લેટફોર્મ બનાવવામાં આવશે અને એક દિલ્યાંગ યાત્રિકો માટેની સુવિધામાં વધારો કરવામાં આવશે. તેમજ બાલવા સ્ટેશન પર દિવ્યાંગ યાત્રિકો માટે વધારાની સુવિધાઓમાં વધારો કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલ્વે અધિકારીશ્રી નિવાસત, માશુક અહમદ ભાણવડ નગરપાલીકા પ્રમુખશ્રી જોશનાબેન સાગઠીયા, ભાણવડ ભાજપ તાલુકા ભાજપ પ્રમુખશ્રી ગોંવિદભાઇ કનારા, ભાજપ આગેવાનશ્રી હિતેશભાઇ પીંડારીયા, મશરીભાઇ નંદાણીયા, પાલાભાઇ કરમુર, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા ભાજપ યુવા પ્રમુખશ્રી પરબતભાઇ ભાદરકા, આજુ-બાજુના ગ્રામજનો-શહેરીજનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.(૨૧.૧૨)

(12:23 pm IST)