Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

કચ્છના કંડલામાં વેસ્ટ યુનિટમાં ભીષણ આગ ભભૂકી :મોદી સાંજ સુધી આગના લબકારા ચાલુ

કચ્છ જિલ્લાના કંડલામાં વેસ્ટ યુનિટમાં ભીષણ આગ લાગી છે . કંડલાના ન્યુ ઝોનમાં આ આગ લાગી છે. ન્યુ ઝોનના અલગ અલગ યુનિટમાંથી આ વેસ્ટ એકત્ર થયેલો છે. બપોરે લાગેલી આગ મોડી સાંજ સુધી પણ ઓલવાઈ નહીં. અને તે વધુ પ્રસરી રહી છે. જો આગ નહીં બુઝાય તો આસપાસના યુનિટ સુધી આવી જશે તેવી પણ દહેશત છે. લાકડીયા નજીક વેસ્ટ કચરાનો નિકાલ કરવાનો હોય છે. અવાર નવાર ઝોનના વેસ્ટ યુનિટમાં આગ લાગવાની ઘટના બને છે. તેની સામે શંકા પણ ઉપજી છે

(12:02 am IST)
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી આતંકીઓના નિશાન પર :જાહેર જગ્યાઓ, રેલવે સ્ટેશન મંદિરો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વધારવા સૂચના:પુલવામાં થયેલા આતંકી હુમલામાં સામેલ આતંકી અને અન્ય એક માનવ બોમ્બ ફિદાઈન હુમલો કરી શકે છે તેવી ગુપ્તચર સૂચનાને પગલે ગુજરાતમાં સુરક્ષા વધારવા આદેશ. access_time 11:20 pm IST

  • ભાજપના નેતાઓને પ્રચાર-પ્રસિદ્ધિનો મોહ છૂટતો નથી :શહીદના પાર્થિવદેહ સાથે સેલ્ફી લેવા પર કેન્દ્રીય મંત્રીની જબરી ટીક્કા : શહીદોને શ્રદ્ધાંજલિ આપવા લોકો ઉમટી રહ્યા છે :અનેક રાજનેતા શહીદોના ઘેર પહોંચી સાંત્વના આપે છે :ભાજપના નેતા-કેન્દ્રીય રાજ્યમંત્રી અલ્ફાન્સો કન્નથાનામ પણ કેરળના જવાન વસંતકુમાર વીવીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા :ત્યારે શહીદના પાર્થિવદેહ સાથે સેલ્ફી લેતી તસ્વીરને કારણે શોશ્યલ મીડિયામાં જબરજસ્ત ટ્રોલ થયા હતા access_time 12:48 am IST

  • શામળાજી પાસે ડુંગર પર ભીષણ આગ અણમોલ પાસે જગાબોરના જંગલના ડુંગરમાં આગ : આગ લાગવાનુ કારણ અકબંધ access_time 5:56 pm IST