Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

ખેડા જીલ્લાના વિદેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલ બે આરોપીઓ ની પાસા હેઠળ અટકાયત કરતી એલ.સી.બી ખેડા-નડીયાદ

ખેડા : જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ નાઓએ જીલ્લામાં દારુ જુગારની બદી દૂર કરવા તથા અગાઉ દારુની ફેરાફેરી તથા પ્રવૃત્તીમાં સંડોવાયેલ હોય તેવા રીઢા  ગુનેગારો વિરૂદ્ધ અટકાયતી પગલા લેવા આપેલ સુચના અન્વયે ચકલાસી પો.સ્ટે. પ્રોહિ ગુ.ર.નં. ૦૭/૧૮ પ્રોહી એકટ કલમ.૬૫ઇ,૬૭,એ,૮૧ મુજબના ના  ગુનાઓમાં સંડોવાયેલ આરોપી (૧) કાન્તીભાઇ મંગળભાઇ વાઘેલા રહે. જસાપુરા તાબે ચકલાસી (૨) જગદીશભાઇ ઉર્ફે સોમો બચુભાઇ વાઘેલા રહે. ભઇજીપુરા તાબે ચકલાસી નાઓ ઉક્ત ગુનામાં રૂ. ૨,૪૬,૦૦૦/- ના પ્રોહિ. મુદ્દામાલ સાથે પકડાયેલ અને તેઓની વિરૂદ્ધમાં પ્રોહીબિશનધારા હેઠળ ના કેસોમાં પો.ઇન્સ. શ્રી. વી.જે.રાઠોડ એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષકશ્રી મારફતે કલેક્ટરશ્રી ખેડા-નડીયાદ નાઓ તરફ મોકલી આપતા કલેક્ટરશ્રી કુલદિપ આર્ય સાહેબ નાઓએ દરખાસ્ત મંજુર કરી પાસા વોરંટ ઇશ્યુ કરતા સદરહુ આરોપીઓને તા. ૧૭/૦૨/૧૮ ના રોજ નડીયાદ ખાતેથી અટક કરી વોરંટની બજવણી કરી આરોપી  આરોપી (૧) કાન્તીભાઇ મંગળભાઇ વાઘેલા રહે. જસાપુરા તાબે ચકલાસી નાને જીલ્લા જેલ જામનગર તથા  (૨) જગદીશભાઇ ઉર્ફે સોમો બચુભાઇ વાઘેલા રહે. ભઇજીપુરા તાબે ચકલાસી નાને જીલ્લા જેલ ભુજ ખાતે મોકલી આપેલ છે.

(2:52 pm IST)