Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

ડ્રગ્સ પ્રકરણમાં ક્રૂ મેમ્બરની હત્યા કરનારા શખ્સો રિમાન્ડ પર

પોરબંદર : પોરબંદર નજીકના દીરયામાં કોસ્ટગાર્ડ આઠેક માસ પહેલા ૪પ૦૦ કરોડના ૧૪૪પ કિલો ડ્રગ્સ સાથે હેનરી જહાજને ઝડપી લીધું તું અને તેમાં પાકિસ્તાનની સંડોવણી ખુલી હતી. જે તે સમયે દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ડ્રગ્સ લઇ આવનાર શખ્સોને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા. ક્રુ મેમ્બરો વિનય યાદવ, મનીશકુમાર સંજયકુમાર બહેલ , સુજીત તીવારી, સુલેમાન સીદી અને સાહદ અલ્પા નામ શખ્સોએ મુદ્દામાલ કબજે કરી લેવા માટેથી પાકિસ્તાની અને ઇરાની ક્રુ મેમ્બરોની હત્યા કરી હતી. આ શખ્સોએ પોરબંદરની કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.

(2:16 pm IST)