Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

પોરબંદરના ભરવાડાની ઘર સીમમાં ગત રાત્રીના બુકારીધારી લૂંટારૂઓ ત્રાટકયા : ભીમા મોઢવાડિયાની હત્યા કરી પ.૧૦ લાખની લૂંટ

લખીબેન મોઢવાડિયા પર હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા

પોરબંદર : પોરબંદરના ભરવાડા ગામની ધારની સીમમાં સાહેદના રહેણાંક મકાનને હિન્દી ભાષી જેવા ચાર યુવાનો આશરે ઉ.વ.૩૦ વર્ષ, ૪ જેટલા અજાણ્યા શખ્સો મોઢે બુકાની બાંધી ભીમા નાથા મોઢવાડિયાના રહેણાક વાડીએ મકાજમાં પહોંચી લૂંટના ઇરાદે હાથમાં લાકડી, ઘારીયા, પ્રાણાઘાતક હથિયારો ધારણ કરી સાહેબદ ભીમા નાથા મોઢવાડિયાને માથાના શરીરના ભાગે આડેઘડ મામારી ગંભીર ઇજા કરી મોત નિપજાવેલ છે.

ત્યારે તેમની પત્ની લાખીબેન ભીમાભાઇ મોઢવાડિયાને માથામાં લાકડીના ઘા મારી ઇજા કરી સોનાના પેડલા હાર વગેરે ર૧-પ૦ કિ. તોલા સોનાની લૂંટ કરી જેની કિંમત રૂ. ૪.૩૦ લાખ તથા ૮૦ હજાર રોકડા મળી કુલ રૂ. પ.૧૦ લાખની લૂટ કરી નાશી ગયેલ. ભીમાભાઇની ડેડ બોડી પોરબંદરની સરકારે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ.

આનો ગુન્હો ફરીયાદી ભરતભાઇ કરસનભાઇ ઓડેદરાએ પોરબંદરમાં બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ છે.

(1:57 pm IST)