Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

મોરબીમાં સુપર ટોકીઝ પાસે ૪ દુકાનમાં ચોરીઃ તસ્કરો વાળ કાપવાનું મશીન ચોરી ગયા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૧૮:  સુભાષ રોડ ઉપર સુપર ટોકીઝ નજીક બે દિવસ પેહલા ચાર દુકાનોને તાળા તૂટ્યા હતા જેમાં તસ્કરો ધી ના ડબ્બા, રોકડા રૂપિયા અને વાણંદની દુકાનમાંથી વાળ કાપવાનું મશીન ચોરી જતા આ મામલે ફરિયાદ નોધ્વ્માં આવી છે.

મળતી વિગતો મુજબ મોરબીની વાવડી ચોકડી, ભગવતી હોલની પાસે કૈલાસ પાર્કમાં રહેતા મોતીભાઈ તુલશીભાઈ મકવાણાએ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે સુભાષ રોડ ઉપર આવેલ તેમની હરી ઓમ અગરબતી નામની દુકાનના તાળા તોડી અજાણ્યા ચોર ઈસમો દુકાનમા રહેલ દ્યીના ડબ્બાઓ નંગ-૩ તથા અગરબતીના પેકેટ નંગ-૫ ચોરી કરી ગયા હતા. અને અન્ય વેપારીઓમાં મનીષભાઈ શશીકાંતભાઈ મીરાણીની દુકાન માથી રોકડ રૂ. ૪૦૦૦ તેમજ અનીલભાઈ દેવજીભાઈ સોલંકીની દુકાનમાથી વાળ કાપવાનુ મશીન ઉપરાંત નીમચંદ ભાઈચંદભાઈ મહેતાની દુકાનના તાળા તોડવાનો પ્રયત્ન કરી તસ્કરો કુલ રૂ. ૪૫૫૦ની ચોરી કરી જતા સિટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ઘ ગુનો નોધી જેની વધુ તપાસ પી.એસ.આઈ એચ.જે.ચાવડા ચલાવી રહ્યા છે.

(12:56 pm IST)