Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

દારૂના ગુન્‍હામાં જામનગરનો ફરાર આરોપી રવિ ઝડપાયો

જામનગર તા. ૧૮ :.. જીલ્લા ઇ. ચા. પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેયની સુચના તેમજ એલ. સી. બી.ના ઇન્‍ચાર્જ પો. ઇન્‍સ. એસ. એસ. નિનામા ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્‍કવોડના પો. સ. ઇ. બી. એમ. દેવમુરારી તથા સ્‍ટાફના માણસો પેરોલ ફર્લો, નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં.
દરમ્‍યાન પો. કોન્‍સ. ધર્મેન્‍દ્રભાઇ વૈષ્‍ણવ તથા મહિપાલભાઇ સાદિયાના તથા હેડ કોન્‍સ. રાજેશભાઇ સુવા નાઓએ બાતમી મળેલ કે ધ્રોલ પો. સ્‍ટે. પ્રોહી. ગુ. ર. નં. ર૬-ર૦ર૧, પ્રોહી કલમ ૬પ એ. ઇ. ૯૮ (ર) ગુનાના કામે નાસતો ફરતો આરોપી જીગર ઉર્ફે રવી ઉર્ફે ફુસ મનસુખભાઇ નાખવા રહે. દિગ્‍વીજય પ્‍લોટ ૪૯, અચીજા પાનની પાસે, સદરહું ગુનામાં પકડવાનો બાકી છે. જે મીગ કોલોની, પાછલા તળાવ પાસે, પકડી પાડેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવા ધ્રોલ પો. સ્‍ટે. ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરી પેરોલ-ફર્લો સ્‍કવોડના ઇ. ચાી. પો. સ. ઇ. બી. એમ. દેવમુરારી તથા પો. હેડ કોન્‍સ. લખધીરસિંહ એમ. જાડેજા, ગજેન્‍દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ પરમાર, કાસમભાઇ બ્‍લોચ, રાજેશભાઇ સુવા, ભરતભાઇ ડાંગર, મહિપાલભાઇ સાદિયા તથા પો. કોન્‍સ. ધર્મેન્‍દ્રભાઇ વૈષ્‍ણવ તથા અરવિંદગીરી ગોસાઇ દ્વારા કરવામાં આવેલ છે.

 

(11:29 am IST)