Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ઉપલેટાના તણસવાથી પાનેલી ગામ સુધી કોંગ્રેસ દ્વારા જનસંપર્ક કાર્યક્રમઃ પરેશ ધાનાણી-લલિત વસોયા સહિતનાની ઉપસ્‍થિતિઃ પોલીસે રેલી રદ્દ કરાવી

ઉપલેટા: સમગ્ર ગુજરાતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી દસ્તક આપી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પાનેલી સીટ માટે મુરતિયાઓ લાઈન લગાવીને બેઠા હોય ત્યારે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા ઉપલેટા તાલુકાના તણસવા ગામથી લઈને પાનેલી ગામ સુધી દિવસ ભરનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો.

પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો જોડાયા હતા. ઉપલેટાના ગણોદ ગામના પાટિયા પાસેથી તણસવા ગામ સુધી રેલી સ્વરૂપે વાહન નો કાફલો લઈને રેલી કાઢવાની હતી. પરંતુ પોલીસને જાણ થતા પોલીસ ગણોદ ગામના પાટિયાએ પહોંચી ગઈ હતી અને રંગમાં ભંગ પાડી રેલી રદ કરાવી હતી.

અલગ અલગ ગાડીઓ મોકલીને ગાડીઓ જવા દીધી હતી. તણસવા ગામે જન સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ત્રણ કૃષિ કાયદાના ગેરફાયદા વિશે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા દ્વારા સવિસ્તાર ફાયદા અને ગેરફાયદા વિશે જાણકારી આપવામાં આવી હતી.

(5:26 pm IST)