Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ટંકારા તાલુકાના બંગાવડી નજીક દીપડા જેવું પ્રાણી દેખાયું!! વનવિભાગે તપાસ હાથ ધરી પગેરૂ દિપડા નુ નથી પરંતુ બે દિવસ ફોરેસ્ટ ટીમ તપાસ માટે હાજર રહશે : આર.એફ. ઓ. કુડારીયા

ટંકારા : ટંકારાના બંગાવડી ગામે દીપડા જેવું પ્રાણી દેખાયુ હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મેસેજ વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું છે. અને વન વિભાગે બંગાવડી ગામે દોડી જઈને સઘન તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના બંગાવડી ગામે પાદરમાં કોઈ જંગલી જનાવર દેખાતા આ જંગલી જનાવર દીપડો હોવાની શક્યતા દર્શાવીને ગામના માજી સરપંચે ગામ લોકોને વાત કરી હતી. ત્યારબાદ આ બનાવની ટંકારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં ટંકારાના ફોરેસ્ટ ઓફિસર કુંડારિયા સહિતનો વન વિભાગની સ્ટાફ બંગાવડી ગામે દોડી ગયો હતો અને આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.

આ બાબતે આર.એફ.ઓ. કુંડારિયાએ જણાવ્યું હતું કે, બંગાવડી ગામે કોઈ હિંસક પ્રાણી દેખાયું હોય એવી વાત અમને મળી છે. આથી, આ બાબતે ઘટનાસ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે. ખરેખર જંગલમાં દીપડા જેવું કોઈ હિસંક પ્રાણી છે કે કેમ તે બાબતે પગેરૂ જોતા દીપડો તો નથી પરંતુ બે દિવસ મા મારણ કે બિજા સગડ મળે છે કે નહી એ માટે રાત્રી બંદોબસ્ત ગોઠવી દીધો છે .

(4:51 pm IST)