Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

પોરબંદરમાં ભીમાભાઇ દુલાભાઇ ઉપર ફાયરીંગના કેસમાં મુખ્ય હથિયાર સપ્લાયર જાવીદ ઇસા હસણીયા ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮ :.. અગ્રણી ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરા ઉપર ફાયરીંગના કેસમાં મુખ્ય હથિયાર સપ્લાયર જાવીદ ઇસા હસણીયા રે. દેવભૂમિ દ્વારકા વાળાને પોલીસે પકડી પાડેલ છે.

પોરબંદર જીલ્લાના ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરા ઉપર ચકચારી ફાયરીંગનો બનાવ બનેલ જે કેસના નાસતા ફરતા આરોપી સલીમ ઇસ્માઇલ ઉર્ફે ટીટી મુંદરાની આદીત્યાણાથી ધરપકડ કરવામાં આવેલ જે અનુસંધાને આરોપી સરફરાજ મામદ હસણીયાની ધરપકડ થયેલ હોય જે પગલે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક  ડો. રવિ મોહન સૈનીએ આરોપીને હથીયાર સપ્લાય કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ ઇન્સ. કે. આઇ. જાડેજા તથા પો. સબ. ઇન્સ. એચ. સી. ગોહીલ નાઓને સુચના આપવામાં આવેલ જે સુચના આધારે પો. ઇન્સ. એ તથા પો. સબ. ઇન્સ. એ તથા એસ. ઓ. જી. ટીમએ આરોપી જાવીદ ઇસા હસણીયા રહે. દેવભૂમિ દ્વારકા વાળાને પકડી પાડી અટક કરેલ છે.

આ કામગીરીમાં પીઆઇ કે. આઇ. જાડેજા તથા પીએસઆઇ એચ. સી. ગોહીલ, તથા એએસઆઇ એમ. એમ. ઓડેદરા, કિશનભાઇ ગોરાણીયા, હેડ કોન્સ્ટે. સરમણભાઇ સવદાસભાઇ, તથા પોલીસ કોન્સ. વિપુલભાઇ બોરીચા, સમીરભાઇ જુણેજા, મોહિત રાજેશભાઇ, સંજયભાઇ ચૌહાણ ડ્રા. ગીરીશભાઇ વાજા એસ. ઓ. જી. નાઓ રોકાયેલ હતાં.

(1:49 pm IST)