Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

પોરબંદર : હથિયાર ધારા તથા દારૂના ગુન્હાના ૩ આરોપીઓની 'પાસા' હેઠળ ધરપકડ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૮: હથિયાધારા અને વિદેશી દારૂના ગુન્હાના ૩ આરોપી સરફરાજ મામદ રસણીયા રે રાજપર દેવભૂમિ દ્વારકા, પ્રમોદકુમાર હરિલાલ વિશ્વકર્મા રે. પચોંરી યુ.પી. તેમજ રમેશ નારણ ભાનુશાહી રે.ધનાવાળ અબડાસા કચ્છવાળાને પોલીસે 'પાસા' તળે ધરપકડ કરીને જેલ હવાલે કરેલ છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર  તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની નાઓની સીધી સુચના અન્વયે પોરબંદર જિલ્લામાં ગુજરાત અસામાજીક પ્રવૃત્ત્િ।ઓ નિવારણ (સુધારણા) વટહુકમ ૨૦૨૦ મુજબ પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જણાવેલ હોય જે અનુસંધાને પોરબંદર નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ તથા ઇન્ચાર્જ પીઆઇ એમ.એન.દવેનાઓના માર્ગદર્શન હેઠળ

બગવદર પો.સ્ટે. વિસ્તારમાં આચરેલ અગ્નિશસ્ત્રો (હથિયાર)ના ગુન્હાઓ અનુસંધાને આરોપી સરફરાજ મામદ હસણીયા ઉ.વ.૩૧ રહે. રાજપરા સીમ તા.જી.દેવભૂમિ દ્રારકાવાળા વિરૂધ્ધમા એસઓજી પીઆઇ કે.આઇ.જાડેજા તથા પીએસઆઇ એચ.સી.ગોહીલ નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરેલ હતી.

કુતિયાણા પો.સ્ટે. વિસ્તારમાં આચરેલ ભારતીય બનાવટના વિદેશીદારૂના ગુન્હા અનુસંધાને આરોપી પ્રમોદકુમાર હરિલાલ વિશ્વકર્મા ઉ.વ.૨૫ રહે. પચૌરી ગામ, તા.પટી જિ.પ્રતાપગઢ તેમજ રમેશ નારણભાઇ ભાનુસાલી ઉ.વ.૪૧ રહે. ધનાવાળા, તા.અબ્રસા જિ.કચ્છવાળાઓ વિરૂધ્ધમા કુતિયાણા પીએસઆઇ કે.એસ.ગરચરએ પાસા દરખાસ્ત તૈયાર કરેલ અને પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફ મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડી.એન.મોર્દીં દ્વારા આ સામાવાળાઓને પાસા હેઠળ સુરત તથા વડોદરા જેલમાં અટકાયતમા રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબી પીએસઆઇ એન.એમ.ગઢર્વીં એ ત્રણ સામાવાળાઓને પાસા વોરંટ ની બજવણી કરી મધ્યસ્થ જેલ સુરત તથા વડોદરા ખાતે મોકલી આપેલ છે.

આ કામગીરી પોરબંદર એસઓજી પીઆઇ કે.આઇ.જાડેજા તથા પીએસઆઇ એચ.સી.ગોહીલ, એલસીબી પીએસઆઇ એન.એમ.ગઢવી તથા કુતિયાણા પીએસઆઇ કે.એસ.ગરચર, એએસઆઇ રામભાઇ ડાકી, જગમાલભાઇ વરૂ,  હેડ કોન્સ. મહેશ શિયાળ, લીલાભાઇ દાસાનાઓ રોકાયેલ હતા.

(1:45 pm IST)