Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

મોરબી અને કચ્છની બાઇક ચોરીના ભેદ ખુલ્યા

મોરબી,તા. ૧૮:  જિલ્લા પોલીસ વડા એસ.આર ઓડેદરાએ મિલકત સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવાની સૂચના આપતા એલસીબી પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.બી.ડાભી સહિતનો એલસીબી સ્ટાફ પેટ્રોલીગમાં હોય દરમિયાન પોલીસ સ્ટાફના સંજયભાઈ મૈયડ અને નિર્મળસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ઇસમ ચોરીનું બાઈક લઈને મોરબી-માળીયા હાઇવે ઉપર ટિબંડીની પાટિયા પાસેથી પસાર થનાર હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે ટીંબડીના પાટિયા પાસેથી વોચ ગોઠવી ત્યાંથી નંબર પ્લેટ વગરના બાઈક લઈને નીકળેલા અલીમામદ રસુલભાઈ જેડાને ઝડપી લીધો હતો અને પોકેટ કોપ એપ્લિકેશનથી સર્ચ કરતા આ બાઈક ચોરીનું હોવાનું ખુલ્યું હતું. તેમજ આરોપીએ આ બાઇકની તેના મિત્ર આયુબ ઉર્ફે બાડો ઉર્ફે કેસર જુસબ જસરાયાએ કચ્છના આદિપુરમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે ચોરાઉ બાઈક સાથે આરોપીની ધરપકડ કરી હતી તો મોરબીના લાતી પ્લોટ શેરી નંબર ૮ માંથી હનીફ રસુલભાઈ ભટ્ટીને બે ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો હતો. આ આરોપીની પૂછપરછ કરતા તેણે પણ આયુબ ઉર્ફે કેસર જુસબ જસરાયાએ મોરબી વિસ્તારમાં આ બન્ને ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે બે ચોરાઉ બાઈક સાથે આરોપીની ધરપકડ કરી ત્રીજા ફરાર આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

(1:47 pm IST)