Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

પડધરી તાલુકાનાં આરોગ્‍ય કર્મચારીઓની પડતર માંગણીઓનું નિરાકરણ ન થતા હડતાલ

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી, તા.૧૮: પડધરી તાલુકાના આરોગ્‍યના કર્મચારિઓ પડતર માંગણીઓ હલ ના થતા હડતાલ ઉપર છે. હાલ જયારે એક તરફ કોરોનાની વેકસીન આવેલ છે તો બીજી બાજુ પંચાયતના કર્મચારીઓ હડતાલ ઉપર છે ત્‍યારે આ કર્મચારીઓ પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત રાજય આરોગ્‍ય કર્મચારી સંઘ તેમજ રાજકોટ જિલ્લા આરોગ્‍ય કર્મચારી મંડળના આદેશ અન્‍વયે પડધરી તાલુકાના ૩૫ થી વધારે કર્મચારી ઓ હડતાલ ઉપર છે કર્મચારીઓએ પોતાની વેદના ઠાલવતા જણાવેલ કે અમે કોઈ કોરોના રસીનો વિરોધ કરતા નથી કોરોનાની રસી ક્‍યાં દીવસે આવાનીના છે તેના કોઈ સમાચાર પણ હતા નહીં એ પહેલાની આ અમારી પડતર માંગણી છે જે છેલ્લા ૨ વર્ષથી માંગેલી છે.

પ્રથમ હડતાલ ફ્રેબ્રુઆરી -૧૯ અને બીજી હડતાલ ડિસેમ્‍બર - ૧૯માં કરેલ અને ત્‍યારે સરકારશ્રી દ્વારા લેખિતમાં બાંહેધરી આપેલ છતાં આજદિન સુધી અમારી માંગણીનું નિરાકરણ કરવામાં આવેલ નથી હાલમાં ૧-૧-૨૧ ના રોજ પણ ગુજરાત રાજય આરોગ્‍ય કર્મચારી મહાસંદ્ય દ્વારા અલટીમેટમ આપવામાં આવેલ અને તા. ૧૧-૧-૨૧ના રોજ આરોગ્‍ય અગ્રસચિવ શ્રી જયંતિ રવિ સાથે કરેલ બેઠકમાં કોઈ સરકારશ્રી તરફથી પોઝિટિવ અભિગમના દેખાતા કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદતની ગાંધી ચીંધ્‍યા માર્ગે હડતાલ કરવાનું નકી કરવામાં આવેલ છે.

રાજય વ્‍યાપી પંચાયતના આરોગ્‍ય કર્મીયોની હડતાળ અને કોવિડ વેકસીન બાબતે સરકાર મુંઝવણ માં...

૧) અગાઉ નક્કી કરેલ કોવિડ વેકસીન સેન્‍ટરોની સંખ્‍યામાં અચાનક કાપ મુકવો..

૨) કિવિડ વેકસીનની આડઅસર AEFI બાબતે ચિંતામાં છે સરકાર એટલેજ દશ એક જિલ્લાના નાના સેન્‍ટરો ( PHC, CHC) ને બાકાત કરી નવી યાદી મુજબ ફક્‍ત તાલુકા અને જિલ્લા ( SDH, DH )ની મોટ્ટી હોસ્‍પિટલને જ સામેલ કરેલ છે..

૩) ૧૬ ના ઉદઘાટન કરી જેતે વેકસીન સેન્‍ટર પર ફક્‍ત ૧૦૦ લોકોને જ વેકસીન આપશે.. ૧૭ના કન્‍ટીનિવ કરવું કે નહીં કોઈ સ્‍પષ્ટ સૂચના નથી.. કોવિડ રસ્‍સીની અસર કે આડસરની રાહ જોવાતી હોય કદાચ..

ર્ંહડતાળના કારણે ઉભી થયેલ પરિસ્‍થિર્તિં

૧) તમામ જિલ્લા ના મુખ્‍ય વેકસીન સ્‍ટોર માં ટ્રેન્‍ડ કર્મચારિયો ની જગ્‍યા પર એન્‍ટ્રેન્‍ડ કર્મચારિયો મુકાય..જેમને કોલ્‍ડચેન બાબતે પૂરતું જ્ઞાન નથી..

૨) PHC પર પ્રથમ અને બીજા કોલ્‍ડચેન હેન્‍ડલરની ગેર હાજરી માં વેકસીનની કોલ્‍ડચેનની જાળવણી રામભરોષે..

૩) રૂટિન રસ્‍સીકર્ણ બંધ.. જયાં ચાલુ છે ત્‍યાં રસ્‍સી ચોથા વર્ગ ના કર્મચારિયો કેરિયર ભરી આપે છે જેમને કોલ્‍ડચેન બાબતે કોઈ જ્ઞાન નથી અને રસ્‍સી કરણ કરતા ફિક્‍સ પગાર ના બેનો જેમને ઈન્‍જેકશન દેતા આવડે પણ ક્‍યાં આપવું,કેટલા એન્‍ગલ માં આપવું,કેટલું ઊંડું આપવું કોઈ જ્ઞાન નથી.. આવા લોકો મારફતે રૂટિન રસીકરણ કરાવી બાળકોના જીવ જોખમમાં મૂકી ફક્‍ત આંકડામાં રાજી થવાય છે..

૪) કોવિડ વેકસીન બાબતની ટ્રેનિંગ, મોકડ્રિલ કરી અનુભવ મેળવેલ કર્મચારિયો હડતાળ પર છતાં કોવિડ વેકસીન નવા સેન્‍ટરો પર આપી આંકડા બતાવી પોતાનો કકો ઉંચો રાખવા ના પ્રયાસો પ્રજા ના ભોગે થઈ રહ્યા છે...

૫) જે કર્મચારિયો પાછલા ૮ મહિના થી કોઈપણ રજા વગર દિવસ રાત જોયા વગર પોતાનો અને પોતાના પરિવારના જીવ જોખમમાં મૂકીને કોવિડને નહિવત કરેલ રાજયમાં એવા કર્મચારિયોને સરકારના મંત્રીશ્રી તરફ થી તકવાદી, થોડા નાણાકીય લાભ માટે લડતા સ્‍વાર્થી લોકો જેવી ઉપમા આપવામાં આવે છે.. આવા મંત્રીશ્રીને ભૂતકાળ જોવાની જરૂરત છે..

જો થોડો નાણાકીય લાભ લાગતો હોય તો આવી સેવા આપનારને આપી દેવો જોઈએ અને પોતાનો જીવ જોખમમાં મૂકી કામ કરનાર આવા કર્મચારીયોને પ્રોત્‍સાહિત કરવા જોઈએ..

૬) હાલ કોવિડના કેસ નીકળે છે ત્‍યારે કોઈ ફિલ્‍ડમાં ફિલ્‍ડ કર્મચારિયોની હાજરી નથી, બર્ડ ફલૂ દેખાઈ રહ્યો છે, કોવિડનો નવોસ્‍ટ્રીમ વાળા વાયરસના દર્દીયો રાજયમાં દેખાયા છે, ઠંડી ઘટતા મલેરિયા અને ડેંગ્‍યુ જેવા તાવના કેસો આવશે આવી તમામ પરિસ્‍થિતિમાં કામ કરનાર ફિલ્‍ડના કર્મચારિયોની હડતાલ સરકારની મોટી મુંઝવણ છે.. ર્ંશાંત બેસી પોતાનો હક્ક માંગતા કર્મચારિયો નો પગાર કપાત કરી,નોકરીઓ માં બ્રેક ગણવાની ધમકી આપવામાં આવે ર્છેં હાલ પડધરી તાલુકા માં ૩૫ થી વધુ કર્મચારી ઓ જોડાયેલ છે.

જેમાં રાજકોટ જિલ્લા આરોગ્‍ય કર્મચારી મંડળના સંગઠન મંત્રી માનસિંહભાઈ પરમાર તેમજ હંસાબેન ચૌહાણ, કિરણબેન ઓઝા, ડી.બી.ઝાલા, કે.પી.વાડોલીયા, સિદ્ધારથ કામાણી, કુસુમબેન અગ્રાવત, વગેરે જોડાયેલ છે.

(1:43 pm IST)