Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

નવી કાર ટંકારા પાસે કૂતરું આડુ ઉતરતા પલ્ટી ગઇ : વડોદરાના દંપતિના મોતથી અરેરાટી

ટંકારા તા. ૧૮ : ટંકારા નજીક વડોદરાના પરિવારની નવી કાર આડે કૂતરૂ ઉતરતા કાર પલ્ટી ખાઇ જતા દંપતિના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.  ટંકારા લતીપર રોડ ઉપર આવેલ સાવડી ગામના વળાંકમા કાલે વડોદરાથી દર્શન કરવા દ્વારકા જતા હતા ત્યારે રોડ આડે કુતરૂ ઉતરતા સ્ટેરીગ પર કાબુ ગુમાવી દેતા નવે નવી અર્ટીકા કાર પલ્ટી ખાઈ ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વિક્કીભાઈ જગદીશભાઈ ચૌહાણ અને તેની પત્ની રાધિકાબેન વિક્કીભાઈ ચૌહાણનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. જયારે અનિલભાઈ મોરી, દક્ષાબેન અનિલભાઈ મોરી, આર્યબેન ચૌહાણ, ચંદનબેન રમેશભાઈ મોરી ને ગંભીર ઇજા પહોંચી હોય ટંકારા ૧૦૮ના ઇએમટી વલ્લભભાઈ લાઠીયા ચાલુ સારવાર કરી પાયલોટ કેતનસિંહ જાડેજાની મદદથી રાજકોટ ખસેડાયા હતા.

(1:43 pm IST)