Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

મોરબી જિલ્લામાં પીજીવીસીએલ કર્મચારીઓના સૂત્રોચ્ચાર

મોરબી : ગુજરાતમાં ફરજ બજાવતા વીજ કંપનીના કર્મચારીઓને સાતમાં પગારપંચ મુજબ નવા બેઝીક પર મળવાપાત્ર આનુસંગિક એલાઉન્સ અને એરીયર્સ તા. ૦૧-૦૧-૧૬ થી ચૂકવી આપવાની રજૂઆત એક વર્ષથી અનિર્ણિત છે જેથી મોરબી જીલ્લાના તમામ પીજીવીસીએલ કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે જેમાં મોરબી જીલ્લાની વિવિધ પીજીવીસીએલ કચેરી ખાતે વીજ કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો તેમજ તા ૧૭ થી ૨૦ સુધી કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવશે તો તા. ૨૧ ના રોજ માસ સીએલ કરી વિરોધ નોંધાવશે તેમ જણાવ્યું છે.

(1:42 pm IST)