Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

અમરેલીમાં સીટી ડેન્‍ટલ કેર દ્વારા ૩ દિવસ વિનામુલ્‍યે ચેકઅપ કેમ્‍પ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમેરલી તા. ૧૮ : અમરેલીમાં છેલ્લા બે વર્ષથી કાર્યરત સીટી ડેન્‍ટલ કેર (દાંતના દવાખાના)માં ડો. ખુશ્‍બુબેન સરખેદી અને તેમનાં લઘુબંધુ ડો.દીપ સરખેદીએ દાંતના રોગોમાં દર્દીઓનું સચોટ નિદાન અને સારવાર કરી બે જ વર્ષમાં જિલ્લાભરમાં ખ્‍યાતી પ્રાપ્ત કરેલ છે.

સીટી ડેન્‍ટલ કેરમાં ડો. ખુશ્‍બુબેન સરખેદી નિષ્‍ણાંત ડેન્‍ટીસ્‍ટ તરીકે ૪ વર્ષના અનુભવ સાથે પ્રેકટીશ કરી રહ્યા હોય એમની સચોટ સારવારથી અમરેલી જિલ્લાના હજારો દર્દીઓએદાંતના વિવિધ રોગોમાંથી છુટકારો મેળવ્‍યો છે. અને દાંતના અનેક રોગોની સારવારમાં તેમની માસ્‍ટરી છે.

એમની સચોટ ટેકનીકને લીધે દાંત કઢાવવાની જરૂરીયાત વાળા દર્દીઓને હંમેશા તેની ભલામણ કરવામાં આવે છે.

અમરેલીના એસ.ટી.ડેપો સામે આવેલ સીટી ડેન્‍ટલ કેર આધુનિક ઉપકરણોથી સજજ હોય આ સ્‍થળે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્‍ધ છે જેમાં વ્‍યકિત સર્વે, ઇન્‍ટ્રા ઓરલ કેમેરા, ડીઝીટલ એકસ-રે (દાંતના ફોટા પાડી કોમ્‍પ્‍યુટરમાં જોવાની સુવિધા), રૂટકેનાલ સારવાર, આરસીટીમાં વપરાતા સાધનો એન્‍ડોમોટર, એપેક્ષ લોકેટર, ઓટોકલેવ મશીન સાથે સ્‍ટરીયાલઝેશન (જંતુ મુકિત)ના ઉત્‍કૃષ્‍ટ ધોરણો વિગેરે દરેક સારવાર માટે લેટેસ્‍ટ સુવિધા અહિં ઉપલબ્‍ધ છે.

સીટી ડેન્‍ટલ કેરના ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે ડો. ખુશ્‍બુબેન સરખેદી તથા ડો.દીપ સરખેદી દ્વારા તા.ર૦થી ર૧ અને રર જાન્‍યુઆરી ર૦ર૧ એમ ત્રણ દિવસ ફ્રી ડેન્‍ટલ ચેકઅપનું આયોજન સવારના ૯ થી રાત્રીના ૮ સુધી કરવામાં આવેલ છે આ ત્રણે દિવસ એકસ-રે સાથે દાંતના રોગોનું ફ્રી ચેક અપ કરી અપાશે તો દાંતના દર્દીઓએ અચુક લાભ લેવા જણાવ્‍યું છે.

(1:41 pm IST)