Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

જામનગરની મિલ્‍કત સંબંધેના કેસમાં પક્ષકાર જોડવાની અરજીમાં કોર્ટની નોટીસ

રાજકોટ તા. ૧૮ :.. જામનગર શહેરના  રે. સ. નં. ૧૧૪૯ પૈકી ર વાળી મિલ્‍કત કે જે ‘સિલ્‍વર પાર્ક' તરીકે ઓળખાય છે તે મિલ્‍કત પૈકીના પ્‍લોટ નં. રપ થી પ્‍લોટ નં. પ૬ કે જેનું ક્ષેત્રફળ ૩૪૧૬ ચો. મી. આ. આવેલ છે તે મિલ્‍કત ખરીદનાર વ્‍યકિતઓને પક્ષકાર તરીકે જોડવાની અરજીમાં કોર્ટ નોટીસ ફરમાવેલ છે.

આ કેસની ટૂંકમાં હકિકત એવી છે કે, ગેલેકસી કોટન એન્‍ડ ટેક્ષટાઇલ પ્રા. લી.નાં ડાયરેકટર ધીરૂભાઇ પરબતભાઇ લકકડ દ્વારા રાજકોટના સીની. સીવીલ જજની કોર્ટમાં અમારી કાયદેસરની લેણી રકમ વસુલવા સંબંધેનો તથા વિજ્ઞાપન તથા કાયમી મનાઇ હુકમ મેળવવાનો દવો દાખલ કરેલ છે જે દાવો અદાલત સમક્ષ પેન્‍ડીંગ છે, સબ જયુડીસ છે.  સદરહું દાવામાં પ્રતિવાદીઓ શ્રીનાથજી સ્‍પીનટેક્ષ પ્રા. લી.ના ડીરેકટરો રવિભાઇ હરસુખભાઇ લકકડ, જતીનભાઇ ધીરજલાલ લકકડ, હેમતભાઇ પરબતભાઇ લકકડ, પ્રદિપભાઇ ગોવિંદભાઇ લકકડ, મનોજભાઇ ગોવિંદભાઇ લકકડ, જયેશભાઇ શાંતિલાલ લકકડ, વિરૂધ્‍ધ અમારી કાયદેસરની લેણી રકમ વસુલવા સંબંધેનો દાવો દાખલ કરેલ છે અને તેમાં ઉપરોકત મિલ્‍કત સહિતની અન્‍ય મિલ્‍કતોનો પણ સમાવેશ થયેલ છે અને તેમના દ્વારા એવી તકરાર લેવામાં આવેલ કે, ઉપરોકત મિલ્‍કત તથા દાવામાં જણાવેલ અન્‍ય મિલ્‍કતોમાં તેઓનો અગ્ર હકક રહેલો છે જેથી પ્રતિવાદીઓ જયાં સુધી તેઓનું કાયદેસરનું લેણું ભરપાઇ ન કરે ત્‍યાં સુધી તેઓ શ્રીનાથજી સ્‍પીનટેક્ષ પ્રા. લી.ની ઉપરોકત સહિતની અન્‍ય મિલ્‍કતો અન્‍ય કોઇને ટ્રાન્‍સફર, એસાઇન, વેચાણ, લોન, ગીરો, બોજો કરે-કરાવે નહી સદરહું મેટરમાં અદાલત દ્વારા અરજન્‍સ શો-કોઝ નોટીસનો હુકમ કરવામાં આવેલ.

સદરહું મેટર અદાલત સમક્ષ પેન્‍ડીંગ સબ જયુડીસ હોય તે દરમ્‍યાન દાવાવાળી મિલ્‍કત કે જેમાં ઉપરોકત મિલ્‍કતનો પણ સમાવેશ થતો હોય તે મિલ્‍કત બેંક પાસેથી વિજયભાઇ મેઘજીભાઇ ભંડેરી, વ્રજલાલ કુરજીભાઇ મેઘાણી, જમનભાઇ કરશનભાઇ  સંઘાણી, રમણીકભાઇ ભીખુભાઇ વીરાણી, મનીષભાઇ એ. શીંગાળા, ગૌરાંગ વાલજીભાઇ કુવરડા, પુરૂષોતમભાઇ બી. સંઘાણી, ઓધવજીભાઇ મોહનભાઇ ગઢીયા વિગેરેએ ખરીદ કરેલ  તેવું વાદીના ધ્‍યાનમાં આવતાં તેઓએ સદરહુ દાવામાં પક્ષકાર તરીકે જોડવાની અરજી કરેલ છે જે અરજી અન્‍વયે કોર્ટ નોટીસનો હુકમ કરેલ છે.

ઉપરોકત મેટર અદાલત સમક્ષ પેન્‍ડીંગ હોય,  સબ જયુડીસ હોય તે દરમ્‍યાન ઉપરોકત મિલ્‍કતના  વેચાણ-વ્‍યવહારો થયેલાં હોય અને સદરહુ તમામ સત્‍ય હકિકત જાણતા હોવા છતાં અંદરો-અંદર મિલાપીપણું કરીને વેચાણ વ્‍યવહાર કરેલ હોય જેથી અદાલત દ્વારા નોટીસનો હુકમ થતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બનેલ છે. આ કામમાં એડવોકેટ કેતનભાઇ જેઠવા રોકાયા છે.

(1:41 pm IST)