Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

મોરબીના ઘુટું ગામે કિશાન સુર્યોદય યોજનાનો પ્રારંભ

૫૪ ગામના ૩૫૦૦ ખેડૂતોને લાભઃ મોરબી : તાલુકાનાં ૫૪ ગામોના ૩૫૦૦ ખેડૂતોને દિવસે વીજળી મળે એ માટેની કિશાન સૂર્યોદય યોજનાનો દ્યુંટું ગામે આયોજીત કાર્યક્રમમાં ઇ-તકતીથી અનાવરણ કરવામાં આવ્યું હતું. સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી નેતૃત્વ હેઠળની સરકારે વર્ષો જૂની ખેડુતોની માંગણી અને ખેડૂતોની ચીંતા કરીને ખેડૂતોને દિવસે જ વીજળી મળે તે માટે ૩૫૦૦ કરોડ રૂપીયાનો ખર્ચ કરીને ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં દરેક ગામે દિવસે ખેડૂતોને વીજળી મળે તે માટે આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આ કિશાન સૂર્યોદય યોજનાનો મોરબી તાલુકામાં ૫૪ ગામના ૩૫૦૦ ખેડૂતોને આજથી જ દિવસે વીજળી મળતી થઈ ગઈ છે. શરૂઆતમાં પી.જી.વી.સી.એલ.ના હિસાબી અધિકારી પટેલ દ્વારા સ્વાગત પ્રવચન અને આભારવિધી નાયબ ઈજનેર એન.આર.હુંબલ દ્વારા કરવામાં આવી હતી. મોરબી તાલુકાનાં દ્યુંટુ ગામે આયોજીત આ કાર્યક્રમમાં મોરબી માળીયા ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા,ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના ઉપપ્રમુખ જયંતિભાઇ કવાડીયા,જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ દુલર્ભજીભાઇ દેથરીયા,મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ,મહામંત્રી જયરાજસિંહ,અધિક્ષક ઈજનેર વિ.એલ.ડોબરીયા અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

(1:40 pm IST)