Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ધ્રોલના જાયવા ગામે પાણી નિકાલ પ્રશ્‍ને વૃધ્‍ધ પર ૩ શખ્‍સનો હુમલો ઇજાગ્રસ્‍ત વૃધ્‍ધ સારવારમાં

રાજકોટ,તા. ૧૮: ધ્રોલ તાલુકાના જાયવા ગામે રામદેવપીર પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા વિપુલ મના ચાવડીયા, સાગર મના ચાવડીયા તથા મના પાંચા ચાવડીયા એમ ત્રણેયે એકસંપ કરી સિંધાભાઇ પુનાભાઈ ઉપર લોખંડના પાઇપ વતી હુમલો કરતા ઇજાગ્રસ્‍ત વૃદ્ધને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

બનાવ બાબતે જયેશભાઇ રેવાભાઈ ચાવડીયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પાણીના નિકાલ બાબતે સામાન્‍ય બોલાચાલી બાદ ઉપરોક્‍ત ત્રણેય શખ્‍શોએ ઉશ્‍કેરાઈને લોખંડના પાઇપ વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.

બનાવ બાબતે ધ્રોલના પી.એસ.આઈ એમ.એન.જાડેજાએ હુમલાખોરોની શોધખોળ આદરી છે.

(1:39 pm IST)