Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

થાનગઢનો પાંચ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

વઢવાણ,તા.૧૮ : પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા. ગાંધીનગર નાઓ તરફથી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ ખાસ ડ્રાઇવનું  આયોજન કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સદરહુ ડ્રાઇવ દરમ્યાન જીલ્લામાં વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને તાત્કાલીક એકશન પ્લાન બનાવી પકડી પાડી અસરકારક કામગીરી કરવા માટે પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ,ઇન્સ. એસ.એસ.વરૂ સાહેબને સુચના આપેલ હોય જે આધારે  થાનગઢ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૪૭/ર૦૧૫ ઇ.પી.કો.૧૪૩, ૧૪૭, ૧૪૮, ૪૨૭, ૪૩૬ વિગેરે મુજબના ગુનાના કામે છેલ્લા પાંચ વર્ષથી ફરાર લીસ્ટેડ નાસતો ફરતો આરોપી ચતુરભાઇ લઘરાભાઇ ચાવડા ત.કોળી (ઉ.વ.૪૩) રહે. અમરાપર, ચેમ્પીયન સીરામીક કારખાના પાછળ વાડીમાં, તા.થાનગઢ અમરાપર ગામ ખાતેથી પકડી પાડી કાર્યવાહી કરી  પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. નરપતસિંહ સુરૂભા તથા મહિપતસિંહ ભગવતસિંહ તથા પો.હેડ કોન્સ. અસ્લમખાન અયુબખાન તથા ભરતસિંહ હમીરભાઇ તથા ગુલામરસુલ કાસમભાઇ તથા પો.કોન્સ. સનતભાઇ વલકુભાઇ તથા ભગીરથસિંહ અનિરૂધ્ધસિંહ તથા અશ્વીનભાઇ કરશનભાઇ એ રીતેની ટીમ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવેલ છે.

(1:38 pm IST)