Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

બર્ડફલ્યુની દહેશત : ખારાઘોડાનું ઘુડખર અભયારણ્ય બંધ કરાયું

વઢવાણ, તા. ૧૮ : હાલમાં ગુજરાતમા બર્ડફલુના કેસો જોવા મળતાં તંત્ર સતર્ક બન્યું છે અને ફરવાના સ્થાનો, પર્યટક સ્થળો પર રોક લગાવાઈ છે ત્યારે ખારાઘોડા રણમાં આવેલ ઘુડખર અભ્યારણ્ય પણ તા. ૧૧ જાન્યુઆરીથી બંધ કરવામાં આવ્યું છે.

આ અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ૧૬ ઓકટોબરના રોજ ખુલ્લુ મુકવામાં આવતાં અનેક પ્રવાસીઓ, વિદેશીઓ એશીયામાં દુર્લભ એવા ઘુડખરને જોવા અને રણની સફારી કરવા આવતાં હતાં. જેથી આ વિસ્તારના ગાઈડથી લઈને અનેક લોકોને રોજગારી મળતી હતી તેમજ વન વિભાગને આવક પણ થતી હતી. પરંતુ હાલમાં ઘુડખર અભ્યારણ્ય બંધ કરવાથી આ તમામ આવક બંધ થઈ ગઈ છે ગાઈડોએ જણાવ્યું હતું કે જયાં પક્ષીઓનું અભ્યારણ્ય હોય તે બંધ થાય તે ઠીક છે પરંતુ આ તો ઘુડખર અભ્યારણયા છે અને ખુબ જ લાંબો વિસ્તાર છે અને આ વિસ્તારમાં બર્ડફલુનો એક પણ કેસ ન હોય અભ્યારણય ખુલ્લુ રાખવા રજુઆત કરી હતી.

(1:38 pm IST)