Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

સુરેન્દ્રનગરમાં એકટીવાની ડેકીમાં રાખેલ સવા ત્રણ લાખ રોકડાની ચોરી

વઢવાણ, તા. ૧૮ : વઢવાણ ખાતે વસવાટ કરતા સરફરાજભાઇ ઇસ્માલભાઇ લાખવા જાતે ધાંચી ઉં.વ.૨૫ ધંધો બાંધણીનો રહે.વઢવાણ શીયાણીની પોળ મોટાપીરના ચોકમાં નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, મેઇન રોડ ઉપર આવેલ એકસ પાર્સલ પોઇન્ટ સામે આવેલ સીટી પ્લસ સોડા વાળા યોગી કોમ્પલેક્ષની બાજુ ડેલામા કાળા કલરનુ એકટીવા ૪જી સ્કુટર નં.GJ-27-BQ-389૨ વાળાની કિં.રૂ. ૨૫,૦૦૦/ તથા તેની ડેકીમા રાખેલ રોકડા રૂ.આશરે ૩,૩૬,૦૦૦/ એમ મળી રૂ.૩,૬૧,૦૦૦/ ના મુદ્દામાલની ચોરી કરી આરોપી ફરાર બન્યા છે.

ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ધોળા દિવસે અને તેની અંદરની ડેકી માં પડેલા ૩.૬૦ લાખની મતાની ચોરી કરી અને ચોરો ફરાર બની જવા પામ્યા છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર સીટી પોલીસ દ્વારા આજુબાજુના સીસીટીવી ફૂટેજ  મેળવવામાં આવ્યા છે ત્યારે ફૂટેજના આધારે સીટી પોલીસ મથકના પોલીસ કર્મીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે પો.સબ ઇન્સ. વાય.એસ.ચુડાસમા તપાસ કરે છે.

(1:36 pm IST)
  • બજેટમાં વધુ કેટલીક બેંકોના મર્જરની જાહેરાત થવા સંભાવના નવી દિલ્હીઃ નાણામંત્રી સીતારામને ૨૦૨૧ના વર્ષનું બજેટ લગભગ તૈયાર કરી લીધુ છે જેમાં તેઓ બેંકોના મર્જરનો વધુ એક રાઉન્ડ લાવે તેવી શકયતા છે. તેઓ બજેટમાં નોન બેન્કીંગ ફાય. કંપનીઓ અને કો-ઓ. બેન્કો માટે પણ કેટલીક જાહેરાતો કરે તેવી શકયતા છેઃ બજેટમાં બેંકોમાં રિફોર્મના પગલા પણ હશે access_time 1:29 pm IST

  • બાંગ્લાદેશને વેક્સિનના ૨૦ લાખ ડોઝ ભારત આપશે : ૨૦ જાન્યુઆરીએ ભારત કોવિશિલ્ડ કોરોના વેકસીનના ૨૦ લાખ ડોઝ બાંગ્લાદેશને ભેટ સ્વરૂપે આપશે તેવી જાહેરાત થઇ છે access_time 12:26 am IST

  • ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીને જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવતા વિજયભાઇ રૂપાણી : મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના આજે જન્‍મ દિવસ અવસરે તેમને રાજભવન ખાતે પ્રત્‍યક્ષ મળીને દીર્ધાયુ અને સ્‍વસ્‍થ જીવનની શુભેચ્‍છાઓ પાઠવી હતી. access_time 1:32 pm IST